એમક્યોર ફાર્મા.ની Galact હવે દુકાનોમાંથી ઓવર-ધ-કાઉન્ટર લઈ શકાશે
એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે સ્તનપાન કરાવતી માતાઓ માટે Galact સપ્લિમેન્ટ સાથે તેનો OTC પોર્ટફોલિયો લોન્ચ કર્યો
· શતાવરી અને અન્ય 6 ઔષધિઓ જેવા કુદરતી ઘટકોમાંથી બનાવેલ Galact એ સ્તનપાનનો પૂરક સ્રોત છે જે માતાઓ માટે બ્રેસ્ટ મિલ્કનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે અને તે બાળકો માટે રોગપ્રતિકારક શક્તિ અને વિચારશક્તિમાં પણ સુધારો કરે છે.
· ભારતમાં માત્ર 64% માતાઓ તેમના બાળકોને ફક્ત પ્રથમ 6 મહિના જ સ્તનપાન કરાવે છે.
· WHO અને UNISEFની ગાઈડલાઈન્સ અનુસાર, તમામ માતાઓ (100 ટકા)એ પ્રથમ છ મહિના બાળકોને સ્તનપાન કરાવવુ અનિવાર્ય છે.
મુંબઈ, ભારતીય ફાર્માસ્યુટીકલ કંપની એમક્યોર ફાર્માસ્યુટીકલ્સે મહિલાઓના હેલ્થકેર પર ધ્યાન કેન્દ્રિત કરતાં Galact પ્રોડક્ટ સાથે ઓવર-ધ-કાઉન્ટર (OTC) માર્કેટમાં પ્રવેશ કર્યો હોવાની જાહેરાત કરી છે. હેલ્થકેર પ્રોફેશનલ્સ દ્વારા 20 વર્ષથી વધુ સમયથી પ્રિસ્કાઈબ કરવામાં આવતી Galact હવે ઓવર-ધ-કાઉન્ટર (OTC) ઓફરિંગ તરીકે એમક્યોર બ્રાન્ડ હેઠળ હવે ઉપલબ્ધ થશે. Emcure Pharmaceuticals Launches Its OTC Portfolio With Galact Supplement For Breastfeeding Mothers
શતાવરી અને અન્ય 6 ઔષધિઓના મિશ્રણથી તૈયાર Galact એ સંપૂર્ણપણે કુદરતી ઘટકોમાંથી બનાવવામાં આવ્યું છે. Galact માતાઓના બ્રેસ્ટ મિલ્ક ઉત્પાદનમાં વધારો કરે છે. શતાવરી બાળકોના વજન, ઉંઘની રીત, રોગપ્રતિકારક શક્તિમાં વધારો ખરે છે. જ્યારે અન્ય મહત્વનું ઘટક યષ્ટિમધુ, જ્ઞાનાત્મક કાર્ય, યાદશક્તિ અને એકાગ્રતા વધારવામાં મદદ કરે છે, જેનાથી બાળકના આઈક્યુ લેવલ સુધારવામાં મદદ કરે છે. Galactના લોન્ચ પછી એમક્યોર એ મહિલાઓની અનન્ય જરૂરિયાતો પૂરી કરતી OTC ઉત્પાદનોની વિવિધ શ્રેણી રજૂ કરવામાં સક્ષમ બનશે.
આ અંગે એમક્યોર ફાર્માસ્યુટીકલ્સના પૂર્ણ સમયના ડિરેક્ટર નમિતા થાપરે જણાવ્યું હતું કે, “એમક્યોર હંમેશા ભારતમાં મહિલાઓના સ્વાસ્થ્યને મજબૂત બનાવવા જાગૃતિ, પહોંચ અને પરવડે તેવી ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. Galactનું લોન્ચિંગ મહિલાના સ્વાસ્થ્યના ઉકેલોના ધોરણને પુનઃવ્યાખ્યાયિત કરવા અને તેને આગળ વધારવાના અમારા પ્રયાસોને ચિહ્નિત કરે છે. OTC સેગમેન્ટમાં અમારો પ્રવેશ મહિલાઓને જીવનના વિવિધ તબક્કામાં સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ભારતમાં માત્ર 64 ટકા મહિલાઓ તેમના બાળકને પ્રથમ છ મહિના જ સ્તનપાન કરાવે છે. જ્યારે Galactને કાઉન્ટર પર ઉપલબ્ધ કરાવી એમક્યોરનો હેતુ તમામ માતાઓને WHO અને UNICEF સ્તનપાન માર્ગદર્શિકા અનુસાર પ્રથમ 6 મહિના માટે વિશિષ્ટ સ્તનપાનની પ્રેક્ટિસ કરવા માટે સંવેદનશીલ બનાવવાનો છે. એમક્યોર Galact બ્રાન્ડ હેઠળ વધુ ઉત્પાદનો રજૂ કરવાની યોજના ધરાવે છે.”
કંપની મહિલાઓમાં જોતા મળતી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ જેમ કે, એનિમિયા, માસિક સ્રાવ, સ્તનપાન સહિતના મુદ્દાઓ વિશે જાગૃત્તિ ફેલાવવા પૂરજોશથી કાર્યરત છે. આ નવી અને રિડિઝાઈન કરવામાં આવેલી Galact બ્રાન્ડ સાથે એમક્યોર નવજાતને પૂરતુ પોષણ પૂરુ પાડી સ્તનપાનની પ્રવૃત્તિને વેગ આપવાનો ઉદ્દેશ ધરાવે છે.