એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે ધોનીને દર્શાવતું ‘ક્યોર એન્ડ બિયોન્ડ’ કેમ્પેઇન લોન્ચ કર્યું
આ કેમ્પેઇનમાં લોકો માટે તંદુરસ્ત જીવન જીવવા અને ઇલાજથી આગળ વધવાના એમક્યોરના વિઝનને રજૂ કરે છે
પૂણે, 03 મે, 2024 – ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓમાં સ્થાન ધરાવતી એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે ક્રિકેટર એમએસ ધોનીને દર્શાવતું ‘ક્યોર એન્ડ બિયોન્ડ’ ટેગલાઇન સાથેનું તેનું નવું કોર્પોરેટ કેમ્પેઇન લોન્ચ કર્યું છે. Emcure Pharmaceuticals Unveils Campaign ‘Cure and Beyond’ Featuring MS Dhoni.
હેલ્થકેરના સતત બદલાતા વિશ્વમાં એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ ક્યોર એન્ડ બિયોન્ડમાં તેની માન્યતાને વધુ મજબૂત કરવા માટે તૈયાર છે. કેમ્પેઇન એમક્યોરની કામગીરીના પાયા તરીકે ઇનોવેશન વિશે જાગૃતતા વધારવા માંગે છે, ઉપરાંત ભારતીય ફાર્માસ્યુટિકલ્સ માર્કેટમાં થોટ લીડરશિપને ઊભી કરવાનું પણ લક્ષ્ય ધરાવે છે.
કેમ્પેઇન એક આકર્ષક વાર્તા પર તૈયાર કરવામાં આવ્યું છે જે દર્દીઓને ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટ્સ ઓફર કરવાના પરંપરાગત ભૂમિકાને પાર કરે છે. તે સ્વસ્થ જીવન જીવવા માટે કરોડો લોકોને મદદ કરવા, સશક્ત કરવા અને શિક્ષિત કરવાના બહોળા મિશનને આગળ ધપાવે છે. કેપ્ટન કૂલને દર્શાવતી આ એડ ફિલ્મ ડિજિટલ, ટીવી અને પ્રિન્ટ જેવા વિવિધ મીડિયા પ્લેટફોર્મ્સ પર લોન્ચ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે એમક્યોર ફાર્માસ્યુટિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સતીશ મહેતાએ જણાવ્યું હતું કે “એમક્યોર ખાતે અમે હંમેશા અગ્રેસર રહેવાના પ્રયાસો કરતા રહીએ છીએ. ‘ક્યોર એન્ડ બિયોન્ડ’ કેમ્પેઇન અમે જેમાં માનીએ છીએ અને અમારું જે વિઝન છે તેને આગળ કરવાનો અમારો પ્રયાસ છે. અને આ વાતને આગળ ધરવા માટે ધોની સિવાય બીજું કોણ હોઈ શકે જે તેની સમગ્ર જિંદગીમાં ખૂબ આગળ વધ્યો છે અને અપેક્ષાઓથી પાર ગયો છે. આ પ્રયાસ સાથે અમે નવીનતા દ્વારા લોકો અને સમુદાયોને સશક્ત બનાવવાની અમારી મૂળ માન્યતાને પુનઃસ્થાપિત કરવા માંગીએ છીએ.”
એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ માટે સારું સ્વાસ્થ્ય અને સુખાકારી એ આકાંક્ષાઓ અને સિદ્ધિઓથી ભરેલા જીવન માટેની પા-પા પગલી છે.