રશિયાના તાતારસ્તાનમાં ઇમર્જન્સી જાહેર કરવામાં આવી
મોસ્કો, યુક્રેનના ભીષણ ડ્રોન હુમલા પછી રશિયાના તાતારસ્તાન રિપબ્લિકે ઇમર્જન્સીની જાહેરાત કરી હતી. કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે સરકારી સંસ્થાઓ અને ઇમર્જન્સી રિસ્પોન્સ યુનિટ્સને એલર્ટ કરાયા હતાં. શનિવારે યુક્રેને તાતારસ્તાનની રાજધાની કઝાનમાં ૮ ડ્રોન હુમલા કર્યા હતાં.
હુમલા પછી કઝાન નજીકના ઇઝેવસ્ક એરપોર્ટને બંધ કરાયું હતું. તાતારસ્તાનના પ્રેસિડન્ટ રુસ્તમ મિન્નિખાનોવેની પ્રેસ સર્વિસે જણાવ્યું હતું કે તાતારસ્તાનના વડાએ સરકારી એજન્સીએ અને ઇમર્જન્સી સ્થિતિના મંત્રાલયને સ્પેશ્યલ ઇમર્જન્સીની મોડમાં લાવવા માટેના એક આદેશ પર હસ્તાક્ષર કર્યા છે.
આ આદેશ ખાસ કરીને રિસ્પોન્સ ટીમને લાગુ પડે છે અને તે સામાન્ય લોકોને પ્રભાવિત કરતો નથી. યુક્રેને કરેલાં આઠ ડ્રોન હુમલામાં છ હુમલામાં રેસિડેન્શિયલ બિલ્ડિંગનને નિશાન બનાવવામાં આવ્યા હતાં. જોકે આ ડ્રોન હુમલામાં કોઇ જાનહાનીના અહેવાલ મળ્યા ન હતાં.
તાતારસ્તાનના ગવર્નર રુસ્તમ મિન્નીખાનોવે પુષ્ટિ કરી હતી કે છ ડ્રોન રહેણાંક ઇમારતો પર ત્રાટક્યાં હતાં, એક ઔદ્યોગિક સ્થળ પર ત્રાટક્યું હતું. એક ડ્રોનને નદી પર તોડી પડાયું હતું.
અગાઉ શુક્રવારે યુક્રેનને અમેરિકાએ સપ્લાય કરેલી મિસાઇલનો ઉપયોગ કરીને રશિયાના કુર્સ્ક સરહદ પરના એક શહેર પર કરેલા હુમલામાં એક બાળક સહિત છ લોકોના મોત થયાં હતાં. બીજી તરફ શનિવારની રાત્રે રશિયાએ યુક્રેન પર ૧૧૩ ડ્રોન હુમલા કર્યા હતાં.
યુક્રેનના એરફોર્સે જણાવ્યુ હતું કે ૫૭ ડ્રોનને તોડી પડાયા હતાં અને ૫૬ ડ્રોનને જામ કરાયા હતા. યુક્રેનને એક સપ્તાહમાં બીજી વખત રવિવારે રશિયાના મુખ્ય ઇંધણ ડેપો પર ડ્રોન હુમલા કર્યા હતાં.
આ હુમલા પછી રશિયાના ઓરીઓલ પ્રદેશમાં સ્ટેલનોય કોન ઓઇલ ટર્મિનલ પર આગ ફાટી નીકળી હતી. આ પ્રાંતમાં ફ્યુલ અને એનર્જી ઇન્ળાસ્ટ્રક્ચરને ટાર્ગેટ કરતાં યુક્રેનના ૨૦ ડ્રોનને રશિયાએ તોડી પાડ્યા હોવાનો પણ દાવો કર્યાે હતો.SS1MS