શ્રીલંકામાં ફરી એક વખત ઈમરજન્સી લાગું, કાર્યવાહક રાષ્ટ્રપતિનો આદેશ!

કોલંબો, આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની સ્થિતિ ખૂબ જ વણસી રહી છે. આ કારણે શ્રીલંકામાં આજથી ફરી એક વખત ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે.
કાર્યવાહક રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ આ માટે આદેશ આપ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આર્થિક સંકટને ધ્યાનમાં રાખીને કાયદો, વ્યવસ્થા તથા જરૂરી ચીજ-વસ્તુઓની સુચારૂ આપૂર્તિ માટે ૧૮મી જુલાઈથી ઈમરજન્સી લાગુ કરવામાં આવી રહી છે.
અગાઉ ૧૩ જુલાઈના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે વિરૂદ્ધ ભારે જનાક્રોશ અને પ્રદર્શનોને પગલે ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી.
રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા ત્યાર બાદ વિક્રમસિંઘેને કાર્યવાહક રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઈમરજન્સી હટાવી લેવાઈ હતી પરંતુ હવે એક સપ્તાહની અંદર જ ફરી એક વખત ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે.HS1MS