પોલેન્ડમાં મિસાઈલ અટેક થતાં બાઈડને બોલાવી ઈમરજન્સી બેઠક

ઈંડોનેશિયા, અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને બુધવારે સવારે ઈંડોનેશિયામાં G7 અને NATO નેતાઓની એક ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં નાટોના સભ્ય દેશ પોલેન્ડમાં એક રશિયામાં બનેલી મિસાઈલ પડવાની ઘટનામાં ૨ લોકોના મોત મામલા પર ચર્ચા કરશે.
કહેવાય છે કે, મિસાઈલ વિસ્ફોટના સમાચાર મળ્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને તેમના સ્ટાફને રાતમાં જગાડીને આ સમાચાર આપ્યા. ત્યાર બાદ બાઈડને પોલિશ રાષ્ટ્રપતિ આંદ્રેજ ડુટાને મળીને જાનમાલના નુકસાન વિશે ગંભીર સંવેદના વ્યક્ત કરી હતી.
અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને તેમના અમેરિકાના પુરા સમર્થનનો વાયદો કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ આ મામલાની તપાસ માટે પોલેન્ડને અમેરિકી સમર્થન અને સહાયતા આપવાનું વચન આપવાની સાથે નાટો સંગંઠન માટે અમેરિકાની દ્રઢ પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે.
પોલેન્ડમાં મિસાઈલ પડવાના કારણે ઘટના બાદ જી ૭ નેતા એક ઈમરજન્સી મીટિંગ માટે સહમત થઈ ગા છે. જાે બાઈડને કહ્યું કે, મેં પૂર્વી પોલેન્ડમાં જાનહાની માટે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. જે અંતર્ગત પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજ ડુડા સાથે વાત કરી અને પોલેન્ડ દ્વારા વિસ્ફોટની તપાસમાં પૂર્ણ સમર્થન આપવાની વાત પણ કહી છે.
જેમ જેમ તે આગળ વધશે અમે આગામી રણનીતિ માટે નજીકના સંપર્કમાં રહીશું. હાલમાં પોલિશ રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ વાતનો કોઈ ઠોસ પુરાવો નથી કે, પોલેન્ડના પૂર્વી ભાગમાં પડેલી રોકેટ ક્યાંથી આવી.
આ ઘટનાની તપાસમાં અમેરિકાના નિષ્ણાંતો પણ સામેલ હશે. આ બાજૂ પોલિશ વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, પડેલી મિસાઈલ રશિયામાં બનાવામાં આવી છે. જ્યારે પોલેન્ડના રાષ્ટ્રપતિ આ અંગે નિવેદન આપવામાં વધારે સતર્ક છે.
તેમનું કહેવુ હતું કે, અધિકારીઓને નિશ્ચિતપણે એ નહોતી ખબર કે, મિસાઈલ કોણે છોડી છે અને ક્યાં બનાવાઈ છે. તેમણે કહ્યું કે, કદાચ સૌથી વધારે આશંકા છે કે એક રશિયામાં બનેલી મિસાઈલ હતી, પણ હજૂ તેની પુષ્ટિ થઈ રહી છે.
જાે તેની પુષ્ટિ થઈ જાય છે, તો યુક્રેન હુમલા બાદ આ પ્રથમ વાર હશે, કે કોઈ નાટો દેશ પર રશિયાનું હથિયારનું પડ્યું હોય, અહીં ઉલ્લેખનિય છે કે, નાટો ગઠબંધનનો પાયો આ સિદ્ધાંત છે કે એક સભ્ય વિરુદ્ધ હુમલો થાય તો તેમના પર હુમલો ગણાય છે.SS1MS