Western Times News

Gujarati News

EMI ઉપર સ્માર્ટફોન અને પ્રીપેઇડ રિચાર્જ પ્લાન ખરીદી શકાશે

વી અને બજાજ ફાઇનાન્સે અનોખી ફાઇનાન્સ ઓફર લોંચ કરી

મુંબઇ, ભારતની નવી ટેલીકોમ બ્રાન્ડ વી અને બજાજ ફિનસર્વ ગ્રૂપની ધિરાણ અને રોકાણ શાખા બજાજ ફાઇનાન્સ લિમિટેડે સસ્તા ઇએમઆઇ ઉપર સ્માર્ટફોનની સરળ ઉપલબ્ધતા માટે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે તેમજ વી તરફથી છ મહિના અને એ વર્ષના પ્રી-પેઇડ પ્લાન્સ ઓફર કરાશે.

ઉપકરણ માટે ધિરાણમાં વાજબીપણા ઉપર ભારમૂકતાં આ ભાગીદારી વી ગ્રાહકો માટે 4જી એક્સેસ સુલભ બનાવે છે, જે દ્વારા તેઓ તેમની પસંદગીના સ્માર્ટફોન ખરીદવા સક્ષમ બનશે તેમજ ઝિરો ડાઉન પેમેન્ટ અને સરળ ઇએમઆઇ ઉપર વાર્ષિક અથવા અર્ધવાર્ષિક વી પ્રેપેઇડ રિચાર્જ પ્લાન પ્રાપ્ત કરશે.

આ ભાગીદારી અંતર્ગત બીલની કુલ રકમને આધારે ઇએમઆઇની ગણતરી કરાશે, જેમાં સ્માર્ટફોન અને રિચાર્જની કિંમત સામેલ રહેશે. આથી ઇએમઆઇ રકમ હાંસલ કરવા રકમને છથી12 મહિનાના હપ્તામાં વિભાજિત કરી દેવાશે.

જો ગ્રાહક છ મહિનાની અવધિ માટે રૂ. 1197માં વી પ્રી-પેઇડ રિચાર્જ ઇચ્છે તો ગ્રાહકો રૂ. 249ના ઓપન માર્કેટ રિચાર્જીસની જગ્યાએ રૂ. 200ની ઇએમઆઇ રકમ ચૂકવવાની રહેશે. જો ગ્રાહક 12 મહિનાની અવધિ માટે રૂ. 2399 ઉપર વી વાર્ષિક રિચાર્જ કરાવવા ઇચ્છે તો ગ્રાહકે રૂ. 299 ઓપન માર્કેટ રિચાર્જીસની જગ્યાએ રૂ. 200 ઇએમઆઇ રકમ ચૂકવવાની રહેશે, જેનાથી ગ્રાહક નોંધપાત્ર બચત કરી શકશે. અહીં ગ્રાહક વાજબી ઇએમઆઇમાં રકમ ચૂકવીને બચત કરવાનો વિશિષ્ટ લાભ પ્રાપ્ત કરે છે.

આ બંડલ ઓફરિંગના ભાગરૂપે 6 મહિનાની મુદ્દત સાથે પ્રી-પેઇડ રિચાર્જ ઇચ્છતા વી ગ્રાહકો રૂ. 1197માં અનલિમિટેડ વોઇસ બેનિફિટ તેમજ દૈનિક 1.5જીબી ડેટા મેળવે છે. આજ પ્રકારે 12 મહિનાની મુદ્દત ઇચ્છતા ગ્રાહકો રૂ. 2399માં દૈનિક 2જીબી ડેટા સાથે અનલિમિટેડ વોઇસ બેનિફિટ પ્રાપ્ત કરશે. ઉપકરણ ખરીદતી વખતે રિચાર્જ કરાવવા ઉપર બંન્ને પ્રસ્તાવ 100 ફ્રી એસએમએસ અને ફ્રી નેશનલ રોમિંગ પણ ઓફર કરે છે.

આ ભાગીદારી અંગે પ્રતિક્રિયા આપતાં વોડાફોન આઇડિયા લિમિટેડના ચીફ માર્કેટિંગ ઓફિસર અવનીશ ખોસલાએ કહ્યું હતું કે, “અમારા ગ્રાહકો માટે સારી આવતીકાલનું નિર્માણ અમારી વિચારધારાના કેન્દ્રસ્થાને છે. અમે મજબૂત 4જી નેટવર્ક ધરાવીએ છીએ, જે 1 અબજ ભારતીયોને આવરી લે છે તથા અમે અમારા તમામ ગ્રાહકો માટે 4જી એક્સેસ અનલોક કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ. કોવિડને કારણે ડિજિટલ સ્વિકાર્યતાને વેગ મળ્યો છે ત્યારે આજના ડિજિટલ સમાજમાં સ્માર્ટફોન આવશ્યકતા બન્યો છે. વોડાફોન આઇડિયા બજાજ ફાઇનાન્સ લિમિટેડ સાથે ભાગીદારી કરતાં ખુશ છે, જેનાથી અમારા ગ્રાહકોને ગિગાનેટ નેટવર્કના લાભોની મજા માણવા સક્ષમ બનાવી શકાશે. આ ભાગીદારી તેના વિશિષ્ટ ફાઇનાન્સિંગ સોલ્યુશન સાથે ગ્રાહકોને તેમની પસંદગીના સ્માર્ટફોનના માલીક બનવા સક્ષમ બનાવે છે તથા તેઓ ચિંતામુક્ત રિચાર્જ પેકની અનુકૂળતા હાંસલ કરી શકે છે, જેનાથી ગ્રાહકો ડિજિટલ યુગના લાભોની સરળતાથી મજા માણી શકે છે.”

ગ્રાહકો બજાજ ફાઇનાન્સ લિમિટેડના 2392 ઓપરેશન્સ સ્થળો ઉપરથી આ સમસ્યામુક્ત ફાઇનાન્સ સેવા પ્રાપ્ત કરી શકે છે તેમજ 70000થી વધુ પિન્ટ-ઓફ-સેલ (પીઓએસ) નેટવર્કના માધ્મથી ગ્રાહકો કોઇપણ પીઓએસમાં જઇને તેમના સ્માર્ટફોન અપગ્રેડ કરી શકે છે.

આ જોડાણ અંગે વાત કરતાં બજાજ ફાઇનાન્સ લિમિટેડના સિનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ મનિષ જૈને જણાવ્યું હતું કે, “અમારા ગ્રાહકોને વધુ વાજબી વિકલ્પ ઉપલબ્ધ કરાવવા અમે નિરંતર પ્રયત્નશીલ છીએ. આ ભાગીદારી એક વિશિષ્ટ ઓફર કરે છે, જે દ્વારા મોબાઇલના નવા ગ્રાહકો બેજોડ બચતનો લાભ પ્રાપ્ત કરી શકશે.”

વોડાફોન આઇડિયાએ બજાજ ફાઇનાન્સ લિમિટેડ સાથે કરેલી ભાગીદારીનો હેતુ ગ્રાહકોને સૌથી સારા હેન્ડસેટની સાથે ઓકલા દ્વારા પ્રમાણિત વી-ઇન્ડિયાના સૌથી ઝડપી અને સૌથી સ્થાયી 4જી નેટવર્ક તરફથી ગિગાનેટના લાભો પ્રદાન કરવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.