૧પ લાખની લાંચ કેસમાં કર્મચારી અને મળતીયાના રિમાન્ડ મેળવ્યા
(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગે નદી ઉપર બ્રિજ બનાવવાની કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપી હતી. જે કામગીરી પૂર્ણ થયા બાદ ફાઇનલ બિલ મંજૂર કરવા માટે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર અને આસીસટન્ટ ઇજનેરે રૂ. ૨૦ લાખની લાંચની માંગણી કરી હતી.
જાેકે, કોન્ટ્રાક્ટર દ્વારા લાંચ આપવા માંગતો ન હોવાથી ACB ટીમનો સંપર્ક કરતા ACB છંટકામાં રૂ.૧૫ લાખની લાંચ લેતા કાર્યપાલક ઈજનેર અને તેનો ફોલ્ડર રંગે હાથ ઝડપાયા હતા. ત્યારે આજ રોજ વલસાડ ACB સ્પેશ્યલ કોર્ટમાં બંને આરોપીઓને રજુ કરી રિમાન્ડની માગણી કરી હતી. તે અરજી ઉપર ડ્ઢય્ઁ અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને લાંચ કેસમાં ઝડપાયેલા બંને આરોપીઓના ૧૩ જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.