કર્મચારી નોકરીમાં મોડો પહોંચતા કાઢી મુક્યો
નવી દિલ્હી, કર્મચારીને કાઢી મૂકવાના ઘણા કારણો છે. કેટલાકને નજીવી બાબત માટે દૂર કરવામાં આવે છે, કેટલાકને કંપની દ્વારા ‘કોસ્ટ-કટિંગ’ માટે બરતરફ કરવામાં આવે છે. કેટલીક કંપનીઓ માટે શિસ્ત ખૂબ જ મહત્વપૂર્ણ છે. કામ પર મોડા પહોંચવું એ કેટલીક કંપનીઓ માટે શિસ્તનો ભંગ છે અને પગારમાં કાપ મૂકવો એ એક સામાન્ય બાબત છે.
પરંતુ શું તમે કોઈ કર્મચારીને માત્ર ૨૦ મિનિટ મોડો આવ્યા હોય અને ત્યારે નોકરીમાંથી કાઢી મૂકવાની વાત સાંભળી છે? એક વ્યક્તિનો દાવો છે કે તેની કંપનીએ સાત વર્ષથી વધુ સમયમાં પહેલી વખત મોડા આવવા પર કામમાંથી કાઢી મૂક્યો હતો. કાઢી મૂકવામાં આવેલ કર્મચારીઓના સહકર્મીઓ પૈકી એકે રેડિટ પર ઘટના વિશે જાણ કરી હતી.
રેડિટ એન્ટિવર્ક થ્રેડ પર પોસ્ટ અપલોડ કરનાર યુઝરે જણાવ્યું હતું કે, કર્મચારીને ત્યાં સાત વર્ષથી વધુ સમય કામ કરવામાં પ્રથમ વખત વિલંબ થયો હતો. યૂઝરનો દાવો છે કે માત્ર ૨૦ મિનિટ મોડું થવાને કારણે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.
ઘટનાનું લોકેશન જાણી શકાયું નથી. આ વ્યક્તિએ એવો દાવો પણ કર્યો હતો કે, જ્યાં સુધી તે વ્યક્તિને પાછી લેવામાં ન આવે ત્યાં સુધી હાલના સ્ટાફના સભ્યોએ આ ર્નિણયના વિરોધમાં મોડે સુધી આવવાનું નક્કી કર્યું હતું. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, “આવતીકાલે, હું અને મારા બધા સાથીઓ મોડા આવશે અને જ્યાં સુધી તેઓ તેમને ફરીથી નિયુક્ત નહીં કરે ત્યાં સુધી મોડા આવવાનું ચાલુ રાખશે.
આ સમગ્ર ઘટનાને રેડિટ પર કેપ્શન આપવામાં આવ્યું હતું. જેમાં કેપ્શન આપવામાં આવ્યું હતું કે, ‘૭થી વર્ષમાં ક્યારેય મોડો ન પડ્યો હોય તેવા સહકર્મીને જ્યારે મોડું થાય છે, ત્યારે પહેલી વખત તે મોડો પડ્યો અને તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો.
રેડિટ પર શેર થયા બાદ આ પોસ્ટને ૭૮,૦૦૦થી વધુ અપવોટ મળ્યા છે. આ ઉપરાંત યૂઝર્સ તરફથી અનેક પ્રતિક્રિયાઓ આવી હતી, જેમાંથી ઘણાએ કંપનીની કાર્યવાહીની નિંદા કરી હતી. એક યુઝરે નોકરીમાંથી કાઢી મુકાયેલા કર્મચારીની સ્થિતિ તરફ ધ્યાન દોર્યું હતું.
જેને માત્ર ૨૦ મિનિટ મોડા પહોંચવાને કારણે ઘણી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે. બીજાનું માનવું હતું કે, કંપની માત્ર કર્મચારીને હટાવવાનું બહાનું શોધી રહી હશે. જેથી તે ઓછો પગાર રાખી શકે. આ પોસ્ટથી અન્ય વપરાશકર્તાઓને સમાન અનુભવો શેર કરવાની તક મળી હતી.SS1MS