કર્મચારીઓને કપડાં અને મીઠાઈનું વિતરણ કરી તહેવારોમાં ખુશી આપી
ભાભર, ભાભર નગરપાલિકા પ્રમુખે કપડા,મીઠાઈ અને દારૂખાનાનું વિતરણ કરી કર્મચાીરઓમાં તહેવારોની ખુશી ભરી હતી. પાલિકામાં ચૂંટાયેલી બોડી નગરજનોની સુખાકારી માટે તંત્રને સતત સક્રીય રાખી કર્મચારીઓ દ્વારા સતત અને સરળ કામગીરી કરતા હોય છે. વર્ષભર કર્મચારીઓ તેમની કામગીરી નિષ્ઠાપૂર્વક નિભાવતા હોઈ તેમની કદર થતી હોય છે.
તાજેતરમાં ચાલતા તહેવારોને ધ્યાને લઈ ભાભર નગરપાલિકા પ્રમુખ રોહિતભાઈ આચાર્ય અને તેમની બોડીના તમામ કોર્પોરેટરોને સાથે રાખીને ભાભર નગરપાલિકાના કામદારોને કપડાં, મીઠાઈ, ફરસાણ તેમજ દારૂખાનું આપીને કામદારો તહેવાર આનંદથી મનાવી શકે તેવી કામગીરી કરી હતી. તેમના સાથી કોર્પોરેટરો અને કચેરીના કર્મચારીઓને મીઠાઈ આપી દરેકને દીપાવલી તથા નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.