વૃદ્ધ વ્યક્તિને રાહ જોવડાવવાની સજા કર્મચારીઓને મળી
મુંબઈ, નોઈડાના એક વરિષ્ઠ નાગરિકને તેના દસ્તાવેજો કરાવવા માટે નોઈડા ઓથોરિટીના રહેણાંક પ્લોટ વિભાગમાં જવું પડ્યું પરંતુ કલાકો સુધી ઉભા રહેવા છતાં તેમને કોઈ મદદ મળી ન હતી. આ દરમિયાન એક કર્મચારી પોતાની સીટ પર આરામથી બેઠો રહ્યો.
જ્યારે નોઈડા ઓથોરિટીના સીઈઓને આ ઘટનાની જાણ થઈ, ત્યારે તેમણે કર્મચારીઓને આ સમસ્યાને પ્રાથમિકતાના આધારે ઉકેલવા માટે નિર્દેશ આપ્યો. આમ છતાં સ્ટાફે તેની મદદ કરી ન હતી. આના પર સીઈઓ ગુસ્સે થઈ ગયા અને પોતે ડિપાર્ટમેન્ટમાં ગયા અને કર્મચારીઓને ૨૦ મિનિટ સુધી ઉભા રહીને કામ કરવા માટે સજા કરી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે તમામ કર્મચારીઓ ઉભા રહીને કામ કરી રહ્યા છે. મિલકત સંબંધિત મામલાઓમાં મદદ માટે વિભાગમાં આવેલા વરિષ્ઠ નાગરિકને યોગ્ય સેવા ન આપવા બદલ તેમને આ સજા આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ લોકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી.
નોઈડા ઓથોરિટીના સીઈઓ લોકેશ એમએ જણાવ્યું કે મેં સીસીટીવી કેમેરા દ્વારા જોયું કે એક કર્મચારી કોઈ કામ વગર બેઠો હતો અને એક વરિષ્ઠ નાગરિક ઊભો હતો. તેને મદદ મળી રહી ન હતી. તેમણે વધુમાં કહ્યું કે મેં તેમને તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો પરંતુ તેમ છતાં કોઈ ઉકેલ મળ્યો ન હતો.
આના પર મેં જાતે જ વિભાગની મુલાકાત લીધી હતી અને તમામ કર્મચારીઓને ૨૦ મિનિટ ઊભા રહીને કામ કરવા કહ્યું હતું.વાયરલ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી છે. કેટલાક લોકોએ સીઈઓના પગલાની પ્રશંસા કરી તો કેટલાકે કર્મચારીઓના પગારમાં કાપ મૂકવાની સલાહ આપી. એક વ્યક્તિએ લખ્યું કે સીઈઓની પ્રશંસા થવી જોઈએ. જ્યારે બીજાએ કહ્યું કે ખૂબ સારું કર્યું.SS1MS