Western Times News

Gujarati News

ખાલી મકાન બન્યા અસમાજીક તત્વોનો અડ્ડો -પોલીસ કર્મચારીઓ ભાડેથી રહેવા મજબૂર 

પોલીસ કર્મચારીઓને જલ્દીથી સુવિધાયુક્ત મકાન મળે તેના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે

વડોદરા, વડોદરાશહેર પોલીસમાં કાર્યરત પોલીસ કર્મચારીઓના રહેઠાણ માટે પ્રતાપનગર હેડક્વાર્ટર અને અકોટા પોલીસ લાઇન ખાતે લગભગ ૬૫ કરોડ રૂપિયાના ખર્ચે ૯ ઇમારતો બનાવવામાં આવી છે, પરંતુ પોલીસકર્મીઓને મકાનની ફાળવણી ન કરાતા હજારો રૂપિયાનું ભાડું ભરીને રહેવા મજબૂર થયા છે.

વડોદરા શહેરમાં આવેલ પ્રતાપનગરમાં ૭ બિલ્ડીંગોમાં આવેલા ૩૩૬ આધુનિક સુવિધાઓથી સજ્જ મકાનોનું બાંધકામ કરવામાં આવ્યું છે. બીજી તરફ અકોટા પોલીસલાઈનમાં અંદાજે ૭૨ મકાન બનીને તૈયાર થયા છે. Empty house becomes a den of anti-social elements – police personnel forced to live on rent

૮ મહિનાથી પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં મકાનની ફાળવણી ન કરાતાં પોલીસ કર્મચારીઓને ૬ થી ૮ હજારમાં ભાડેથી મકાન લઈ રહેવું પડે છે. ઓછો પગાર ધરાવતા પોલીસ કર્મીઓને ભાડેથી રહેવા જતાં ઘર ખર્ચ, બાળકોની શાળાની ફી ભરવી, વગેરે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

તો બીજી બાજુ બંધ આવાસમાં લુખ્ખા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. શહેર પોલીસ માત્ર નામની હોય તેમ ખાલી ઘરોમાં કબ્જો જમાવી દીધો હોય તેવા દ્‌શ્યો જોવા મળ્યાં છે.

ડીસીપી એડમિને જણાવ્યું હતું કે પ્રતાપનગર અને અકોટામાં બનેલા મકાનોમાં હજુ પણ થોડું કામ બાકી છે. અમે આ અંગે ગુજરાત હાઉસિંગ બોર્ડને જાણ કરી દીધી છે. પોલીસકર્મચારીઓને જલ્દીથી સુવિધાયુક્ત મકાન મળે તેના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.