જાણો ખાલી પેટે ચાલવાથી થતાં નુકસાનો વિષે
સતત ખાલી પેટ વધારે કસરત કરવાથી શરીરમાં કોર્ટિસોલ (સ્ટ્રેસ હોર્મોન)નું લેવલ વધી શકે છે.
ચાલવું એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કસરત માનવામાં આવે છે. તે ફિટનેસ જાળવવામાં મદદ કરવાની સાથે તણાવ ઘટાડવા, વજન ઘટાડવા અને હાર્ટ હેલ્થ સુધારવામાં પણ મદદરૂપ છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ખાલી પેટ ચાલવાથી શું ફાયદા અને નુકસાન થઈ શકે છે? જોકે મોટાભાગના લોકો ચાલવાના ફાયદા ગણાવતા હોય છે, પરંતુ ખાલી પેટ ચાલવું કેટલું ફાયદાકારક અને નુકસાનકારક છે તે જાણવું પણ જરૂરી છે.
ખાસ કરીને, જયારે આ આદત લાંબા સમય સુધી અપનાવવામાં આવે છે, ત્યારે તે સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પણ કરી શકે છે. જો તમે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે અન્ય કોઈ સ્વાસ્થ્ય સમસ્યાથી પીડાતા હોવ તો ખાલી પેટ ચાલતા પહેલા ડોકટરની સલાહ લો. ખાલી પેટે ચાલવું કેટલીક પરિસ્થિતિઓમાં ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ તેને આદત બનાવતા પહેલા તેના ગેરફાયદા અને તમારા શરીરની જરૂરિયાતોને સમજવી ખૂબ જ જરૂરી છે. યોગ્ય માહિતી અને સાવધાનીથી તમે તમારું સ્વાસ્થ્ય જાળવી શકો છો.
ખાલી પેટ ચાલવાથી થતા ફાયદાઓ: ખાલી પેટ પર ચાલવા પાછળ સૌથી મોટો તર્ક એ છે કે તે શરીરમાં સ્ટોર થયેલી ચરબીનો એનર્જી તરીકે ઉપયોગ કરવામાં મદદ કરે છે. આ પ્રક્રિયાને ‘ફાસ્ટેડ કાર્ડિયો’ તરીકે ઓળખવામાં આવે છે. ખાલી પેટે ચાલવાથી શરીરમાં ચરબી ઝડપથી બર્ન થાય છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. તે શરીરના મેટાબોલિઝમને એક્ટિવ કરે શકે છે. જેનાથી સમગ્ર દિવસ દરમિયાન સારી એનર્જી જાળવી શકાય છે. ખાલી પેટ ચાલવાથી બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે.
ખાલી પેટ વધારે ચાલવાથી થતા નુકસાન: ખાલી પેટ ચાલવાથી શરીરમાં એનર્જીને લેવલ ઘટી શકે છે. જેથી શરીરમાં નબળાઈ અને થાક અનુભવાય છે. આ સ્થિતિ ખાસ કરીને તે લોકો માટે ગંભીર થઈ શકે છે જેઓ લાંબા સમય સુધી કે સ્પીડમાં ચાલે છે જયારે શરીરમાં ગ્લુકોઝ લેવલ ઘટે છે ત્યારે તે એનર્જી માટે સ્નાયુઓના પ્રોટીનનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે.
જેથી સ્નાયુઓ નબળા પડવા લાગે છે. ખાલી પેટ વધારે ચાલવાથી બ્લડ સુગર લેવલ અચાનક ઘટી શકે છે. જેથી ચક્કર આવવા, ઉબકા કે બેભાન થવાની સીમસ્યા થઈ શકે છે ખાલી પેટ ચાલવાથી પેટમાં એસિડ બની શકે છે.
જેથી ગેસ, પેટનો દુખાવો એ એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે તેથી પણ વધારે સમય સુધી ખાલી પેટ ન ચાલવું જોઈએ એ સતત ખાલી પેટ વધારે કસરત કરવાથી શરીરમાં કોર્ટિસોલ (સ્ટ્રેસ હોર્મોન)નું લેવલ વધી શકે છે. જે હોર્મોનલ અસતુલનનું કારણ બની શકે છે અને શરીરમાં નકારાત્મક અસર પડી શકે છે.
આ વાતોનું રાખો ધ્યાન: હળવો નાસ્તો લેવો- ખાલી પેટ ચાલતા પહેલા ફળ, દબામ, અથવા સ્મૃધી જેવો હળવો નાસ્તો લો તેનાથી એનર્જી લેવલ જળવાઈ રહેશે. પાણી પીવાનું ભૂલશો નહી- હાઈડ્રેશન જાળવવું ખૂબ જ મહત્વનું છે ખાલી પેટ ચાલતા પહેલા અને પછી પુરતુ પાણી પીઓ. – તમારી લિમિટ જાણો- તમારા શરીરની જરૂરિયાતો અને સહનશક્તિને સમજો. જો તમે નબળાઈ અનુભવો છો તો તરત જ ચાલવાનું બધ કરી દો.