ઈમરાન હાશમીએ અક્ષય કુમારને દેવદૂત ગણાવ્યો
મુંબઈ, તાજેતરમાં જ ઈમરાન હાશમી અને અક્ષય કુમારની ફિલ્મ સેલ્ફીનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું છે. ત્યારપછી ઈમરાન હાશમીએ પોતાના કો-સ્ટાર અક્ષય કુમાર સાથેના સંબંધ પર ખુલીને વાત કરી છે.
ઈમરાન હાશમીએ ખુલાસો કર્યો કે જ્યારે તેનો દીકરો અયાન હાશમી કેન્સરનો શિકાર બન્યો હતો ત્યારે તેણે સૌથી પહેલા અક્ષય કુમારને ફોન કર્યો હતો. ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં ઈમરાન હાશમીએ આ વાત કરી હતી. આટલુ જ નહીં, ઈમરાન હાશમીએ અક્ષય કુમારને દેવદૂત પણ જણાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૬માં ઈમરાન હાશમીએ પરવીન શહાની સાથે લગ્ન કર્યા હતા. વર્ષ ૨૦૧૦માં તેઓ એક દીકરાના માતા-પિતા બન્યા હતા. લગભગ ચાર વર્ષ પછી, જાન્યુઆરી ૨૦૧૪માં દીકરો અયાન કેન્સરનો શિકાર બન્યો હોવાની જાણકારી સામે આવી હતી.
જાન્યુઆરી ૨૦૧૯માં અયાનની સારવાર પૂરી થઈ અને તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં ઈમરાન હાશમીએ જણાવ્યું કે, હું ફેન તરીકે હંમેશા તેમને ફૉલો કરુ છું. હું ભાગ્યશાળી છું કે પાછલા થોડા વર્ષોથી તેમને ઓળખુ છું. જ્યારે મારા દીકરાને સ્વાસ્થ્યની સમસ્યાઓ હતી ત્યારે અક્ષય કુમાર મારી સાથે હતા.
તેમણે સૌથી પહેલા મને ફોન કર્યો હતો અને મારી પડખે ઉભા રહ્યા હતા. તે સમયે તો અમારી એટલી ઓળખાણ પણ નહોતી. સમય સારો હોય ત્યારે આપણી આસપાસ ઘણાં લોકો હાજર હોય છે, પરંતુ મુશ્કેલ સમયમાં જે આવે છે તે ફરિશ્તા હોય છે.
મલ્ટી-સ્ટારર ફિલ્મમાં કામ કરવા બાબતે ઈમરાન હાશમીએ જણાવ્યું કે, મારા માટે કન્ટેન્ટ મહત્વનું છે. પછી તે ફિલ્મમાં એક હિરો હોય, બે હિરો હોય કે ત્રણ હિરો હોય. મને સમજાતુ નથી કે લોકો વધારે મલ્ટી સ્ટારર ફિલ્મ કેમ નથી બનાવતા. સેલ્ફી ફિલ્મમાં પહેલીવાર અક્ષય કુમાર અને ઈમરાન હાશમી એકસાથે સ્ક્રીન પર જાેવા મળશે.
આ ફિલ્મમાં નુસરત ભરુચા અને ડાયના પેન્ટી પણ મહત્વના રોલમાં જાેવા મળશે. ફિલ્મના ટ્રેલરમાં જાેઈ શકાય છે કે ઈમરાન હાશમી એક IAS ઓફિસનો રોલ કરશે અને અક્ષય કુમાર વિજય નામના એક હીરોનો રોલ કરવાનો છે.
આ ફિલ્મ મલાયાલમ ફિલ્મ ડ્રાઈવિંગ લાઈસન્સની ઓફિશિયલ હિન્દી રિમેક છે. ફિલ્મમાં પૃથ્વી રાજ અને સુરજ લીડ રોલમાં હતા. ફિલ્મને ધર્મા પ્રોડક્શન તેમજ અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ૨૪મી ફેબ્રુઆરીના રોજ ફિલ્મ રિલીઝ થવાની છે.SS1MS