ઈમરાન હાશમી ૧૫ ફ્લોપ આપ્યા બાદ વિલન બનીને જીતી રહ્યો છે લોકોનું દિલ
મુંબઈ, એ ફિલ્મી સ્ટાર જેણે પોતાના કરિયરની શરૂઆત બિપાશા બાસુ સાથે વર્ષ ૨૦૦૩માં કરી હતી. જોકે પહેલી ફિલ્મમાં હીરો બનવાનો ચાન્સ તેને સજાના રૂપે મળ્યો હતો. તે સમયે પ્રોડ્યુસરે તેને ફિલ્મમાંથી કાઢી દેવાની ધમકી પણ આપી દીધી હતી.
વર્ષ ૨૦૦૩માં બિપાશા બસુની સાથે ફિલ્મ ‘ફૂટપાથ’ થી પોતાના સિનેમાના કરિયરની શરૂઆત કરનારો એ એક્ટર કોઈ બીજુ નહીં પરંતુ ઈમરાન હાશમી છે. પોતાના કરિયરમાં તેણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યુ હતું. પરંતુ પહેલી ફિલ્મમાં તેને ખૂબ જ ડરીને કામ કર્યુ હતું.
ફિલ્મ મર્ડરથી ઈમરાન હાશમી રાતોરાત સુપરસ્ટાર બની ગયો. ફિલ્મોમાં તેના કિસિંગ સીન્સનો અલગ જ ફેન બેઝ છે. હંમેશા ગેંગસ્ટર, ઝહર, રાઝ ૩, આશિક બનાયા જેવી તમામ હિટ ફિલ્મે તેના કરિયરને નવી ઉંચાઈ આપી. પરંતુ એક સમય એવો પણ આવ્યો કે તે ધીમે-ધીમે ફિલ્મોમાં દેખાવાનું બંધ થઈ ગયો.
મહેશ ભટ્ટ સંબંધમાં ઈમરાન હાશમીના મામા થાય છે. ફિલ્મની શૂટિંગ દરમિયાન તેણે ઈમરાનને સ્પષ્ટ રીતે કહી દીધું હતું કે, કામ સારૂ ન કર્યુ તો તને ફિલ્મમાંથી બહાર કાઢી દઈશ. તેના માટે તને પહેલા સીનમાં પોતાનું બેસ્ટ આપવું પડશે. કારણકે, તેનાથી જ તને ફાઇનલ કરવામાં આવશે.
ઈમરાને પોતાના જ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે, તે સમયે તેને કહેવામાં આવ્યુ હતું કે જો તને ઓડિસનમાં પસંદ કરવામાં નહીં આવશે તો અમે તારા પર ફાલતુમાં પૈસા નહીં લગાવીએ. પછી એક્ટિંગ ભૂલી જજે. ઈમરાને જણાવ્યું કે તેના મનમાં ડર બેસી ગયો હતો, આ ડરમાં તેને પહેલી ફિલ્મ મળી હતી અને તેના માટે આગળના રસ્તા સરળ થઈ ગયા હતાં. ફિલ્મ મર્ડરથી ઈમરાન રાતોરાત સુપરસ્ટાર બની ગયો.
ત્યારબાદ તે અક્સર, ગેંગસ્ટર, ઝહર, રાઝ ૩, આશિક બનાયા જેવી ઘણી હિટ ફિલ્મોમાં જોવા મળ્યો હતો. પરંતુ જોતજોતામાં તેની જિંદગીમાં એક એવો સમય પણ આવ્યો જ્યારે તેની બેક ટૂ બેક ૧૫ ફિલ્મો ફ્લોપ થઈ ગઈ.
જોકે તેણે અમુક સમય બ્રેક લઈને ફરીથી કમબેક કર્યું. ઈમરાન હાશમી આજે ભલે પહેલાની જેમ સુપરસ્ટાર નથી રહ્યો, પરંતુ પોતાની રોમાંટિક ઈમેજ તોડીને તે વિલન બનીને લોકોનું દિલ જીતી રહ્યો છે. સલમાન ખાન સાથે ફિલ્મ ‘ટાઇગર ૩’ માં તે વિલનના રોલમાં એવો છવાઈ ગયો કે દરેક લોકો તેની એક્ટિંગના દીવાના બની ગયાં.SS1MS