Western Times News

Gujarati News

ઝાંસીમાં અતીક અહમદના પુત્ર મોહમ્મદ અસદનું એન્કાઉન્ટર

Jhansi, ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહમદના પુત્ર મોહમ્મદ અસદ અને શૂટર ગુલામને ઝાંસીમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ની ટીમ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યા છે. Encounter of Atiq Ahmad Son Asad

બંનેના માથા પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ હતું.ડેપ્યુટી એસપી નવેન્દુ અને ડેપ્યુટી એસપી વિમલના નેતૃત્વમાં એસટીએફની ટીમે ઝાંસી ખાતે એન્કાઉન્ટર કર્યું હતું. બંને મૃતકો પાસેથી અત્યાધુનિક વિદેશી હથિયારો મળી આવ્યા છે.

અસદ 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજના ધૂમનગંજમાં ઉમેશ પાલ પર ફાયરિંગ કરતા કેમેરામાં કેદ થયો હતો.આ એન્કાઉન્ટર એવા દિવસે થયું જ્યારે અતીક અહમદ અને તેના ભાઈ અશરફને પ્રયાગરાજની કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે.

ADG STF અમિતાભ યશે કહ્યું કે STFએ બંનેને આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું પરંતુ તેઓએ ગોળીબાર કર્યો હતો જેના પછી ટીમે જવાબી કાર્યવાહી કરવી પડી હતી.આ દરમિયાન પોતાના પુત્રના એન્કાઉન્ટરની જાણ થતાં અતીક અહમદ કોર્ટમાં સુનાવણી દરમિયાન તૂટી પડ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.