ધરતીનો છેડો: આ રોડ પુરો થતાં જ દુનિયા થઈ જાય છે ખતમ
નવી દિલ્હી, આપના મજગમાં ક્યારેકને ક્યારેક સવાલ ચોક્કસથી આવ્યો હશે કે દુનિયા ક્યાં ખતમ થઈ રહી છે અથવા તો દુનિયાનો છેડો ક્યાં છે? પણ ભાગ્યે જ આપને આ સવાલનો જવાબ મળ્યો હશે. દુનિયાના અંતિમ છેડાની ખબર નથી, પણ એક રસ્તો જરુર છે, જેને દુનિયાનો અંતિમ રસ્તો માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે, આ રસ્તા પુરો થયા બાદ દુનિયા ખતમ થઈ જાય છે. આ રોડનું નામ ઈ-૬૯ છે. આ અગાઉ આપે ભાગ્યે જ આ રોડ વિશે સાંભળ્યું હશે. ઈ-૬૯ રોડને દુનિયાનો સૌથી અંતિમ રોડ માનવામાં આવે છે. ઈ-૬૯ હાઈવે છે, જે લગભગ ૧૪ કિમી લાંબો છે.
આપને જાણીને નવાઈ લાગશે કે, આ હાઈવે પર એવી કેટલીય જગ્યા છે, જ્યાં એકલા ચાલતા જવું અથવા તો ગાડી ચલાવવાની પણ મનાઈ છે. તો આવો આજે જાણીએ આ રોડ વિશે, જેને દુનિયાનો અંતિમ રોડ કહેવાય છે. આ રોડને દુનિયાનો છેડો માનવામાં આવે છે. નોર્થ પોલ એટલે કે, ઉત્તરી ધ્રુવ વિશે તો આપે જરુરથી સાંભળ્યું હશે, જે પૃથ્વીનો સૌથી અંતિમ છેડો છે.
આ એ જ બિંદુ છે, જ્યાં પૃથ્વીની ધર ફરે છે. તે નોર્વેનો અંતિમ છેડો છે. અહીંથી આગળ જવાના રસ્તાને દુનિયાને અંતિમ રોડ માનવામાં આવે છે. તેનું નામ ઈ-૬૯ છે, જે પૃથ્વીનો અંતિમ છેડો અને નોર્વેને જાેડે છે. આ એ રોડ છે, જેની આગળ કોઈ રસ્તો જ નથી. બસ બરફ અને દરિયા સિવાઈ બીજૂ કંઈ જ દેખાતું નથી. દુનિયાનો અંતિમ રોડ હોવાના કારણે લોકો તેના પર જવા માગે છે અને જાેવા માગે છે કે દુનિયાનો છેડો કેવો લાગે છે.
પણ અહીં એકલા જવા અથવા ડ્રાઈવિંગ કરવા પર પ્રતિબંધ છે. જાે આપનો ધરતીનો છેડો જાેવો છે, તો આપને ગ્રુપમાં જવું પડશે, કેમ કે ચારેતરફ બરફ હોવાના કારણે મોટા ભાગે લોકો રસ્તો ભટકી જાય છે. આ ઉપરાંત ઠંડી પણ એટલી વધારે હોય છે, એટલા માટે ૧૪ કિમી લાંબા આ રોડ પર કોઈ પણ એકલા જઈ શકતા નથી. આ જગ્યા વિશે હેરાન કરનારી વાત એ છે કે, આ રોડ ઉત્તરી ધ્રુવની પાસે છે.
જેને લઈને ઠંડીની સિઝનમાં અહીં ફક્ત રાત જ હોય છે. તો વળી ગરમીની સીઝનમાં અહીં સૂરજ ક્યારે નથી ડૂબતો. ક્યારેક ક્યારેક તો અહીં સતત છ મહિના સુધી સૂરજ દેખાતો જ નથી અને ફક્ત રાત જ રહે છે. એટલે કે, ૬ મહિના સુધી લોકો રાતના અંધારામાં જ રહે છે. ગરમીમાં અહીં તાપમાન ઝીરો ડિગ્રી સેલ્સિયસની આજૂબાજૂમાં રહે છે. જ્યારે ઠંડીમાં અહીં -૪૫ ડિગ્રી નીચે જતું રહે છે.SS1MS