મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની નડિયાદ વર્તુળ કચેરી દ્વારા “એનર્જી કન્ઝર્વેશન ડે” રેલી યોજાઈ
(પ્રતિનિધિ) નડિયાદ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, કોર્પોરેટ ઓફિસ, વડોદરાના આદેશ અનુસાર વર્તુળ કચેરી, નડિયાદ દ્વારા તારીખ ૧૪.૧૨.૨૦૨૨ ના રોજ “એનર્જી કન્ઝર્વેશન ડે”રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નડિયાદ વર્તુળ કચેરી અંતર્ગત આવેલ વિભાગીય કચેરીઓ તથા પેટા વિભાગીય કચેરીઓના કુલ ૨૦૦ જેટલા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહેલ.
એન.ડી. પ્રધાન, કાર્યપાલક ઈજનેરશ્રી(ટેક), નડિયાદ દ્વારા “એનર્જી કન્ઝર્વેશન ડે” રેલીને લીલી ઝંડી આપી નડિયાદ નગરપાલિકાના પટાંગણમાંથી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. નગરપાલિકાના પટાંગણમાંથી નીકળી સંતરામ મંદિરના પટાંગણમાં પહોચેલ આ રેલીમાં ઉર્જા બચાવવા અંગે, વીજ વપરાશ નિયંત્રીત કરવા, સૌર ઊર્જાના ઉપયોગ દ્વારા વીજ બચત કરવા અંગેની માહિતી તથા જાહેર જનતાને નવી ટેક્નોલોજીથી જાગૃત કરતા પ્લે-કાર્ડ, બેનર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા રેલીનાસમાપન સમયે કાર્યપાલક ઈજનેરશ્રી(ટેક), નડિયાદ વર્તુળ કચેરી દ્વારા “એનર્જી કન્ઝર્વેશન ડે” વિષે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી અને “સૌર ઉર્જા એ જ ઉર્જા બચત નો શ્રેષ્ઠ વિકલ્પ છે – તેમ જણાવી ઉર્જા બચત રેલી ને સફળ બનાવવા માટે અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, સિક્યોરિટી સ્ટાફ તથા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેઓએ આ રેલીને સફળ બનાવવામાં મદદરૂપ થયા હોય તેઓનો આભાર માની ફૂડ પેકેટનું વિતરણ કર્યા બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.