દિલ્હીમાં આરોગ્યમંત્રી જૈનના નિવાસે ફરી એનફોર્સમેન્ટ દરોડા

નવીદિલ્હી,મની લોન્ડરીંગ કેસમાં પકડાયેલા દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ ઈડીએ વધુ એક કાર્યવાહીના ભાગરૂપે તેમના નિવાસે સવારથી દરોડા પાડયા છે. કોલકતાની એક કંપની સંબંધીત કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. મની લોન્ડરીંગ કેસમાં સત્યેન્દ્ર જૈન ૯મી જૂન સુધી જેલમાં છે.Enforcement raids again on Health Minister Jain’s residence in Delhi
એપ્રિલ મહિનામાં એન્ફોર્સમેન્ટ વિભાગે તેમની તથા પરિવારની ૪.૮૧ કરોડની સંપતિ ટાંચમાં લીધી હતી. સીબીઆઈએ દાખલ કરેલા એક કેસમાં એન્ફોર્સમેન્ટ વિભાગે આ કાર્યવાહી કરી હતી તેમાં સત્યેન્દ્ર જૈન ચાર કંપનીઓની આવકના સ્ત્રોત પર કોઈ જવાબ નહીં આપી શકયાનું દર્શાવ્યુ હતું.
તેઓએ દિલ્હીમાં કેટલીક બનાવટી કંપનીઓ ઉભી કર્યાનો અને કોલકતાના ત્રણ ઓપરેટરો મારફત ૫૪ બનાવટી કંપનીઓ થકી ૧૬.૩૯ કરોડના કાળાધોળા કર્યાનો આરોપ છે.hs1kp