Western Times News

Gujarati News

IITમાંથી એન્જિનિયર થયેલો છે ફિલ્મ બંધ દરવાજાનો શેતાન

મુંબઈ, લોકો ભલે રિયલ લાઈફમાં એક્ટર અનિરુદ્ધ અગ્રવાલને નામથી ઓળખતા ના હોય, પરંતુ ‘બંધ દરવાજા’ અને ‘પુરાના મંદિર’ જેવી ફિલ્મોના નામ સાંભળીને તરત જ એ ચહેરો યાદ આવી જશે જે દરેકને ડરાવી જાય છે. આજે પણ લોકો અનિરુદ્ધ અગ્રવાલને ‘પુરાના મંદિર’ના સામરીના નામથી જાણે છે. એક સમય એવો હતો જ્યારે વાસ્તવિક જીવનમાં પણ લોકો અનિરુદ્ધ અગ્રવાલને જાેઈને ડરી જતા હતા. એક્ટર બન્યા તે પહેલા અનિરુદ્ધ અગ્રવાલ એક એન્જિનિયર હતા.

તેઓ ફિલ્મોમાં કામ કરવા માગતા હોવાથી એન્જિનિયરિંગ છોડીને મુંબઈ આવ્યા હતા. અનિરુદ્ધે પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં અરજી કરી અને પસંદગી પણ થઈ ગઈ. ધીમે ધીમે અનિરુદ્ધ અગ્રવાલનું જીવન પાટા પર પાછું આવ્યું. તેમણે પોતાનો ધંધો શરૂ કર્યો, જે સારો ચાલી રહ્યો હતો. અનિરુદ્ધે ૧૯૮૨માં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય શરૂ કર્યો અને તેમાં વ્યસ્ત થઈ ગયા.

તેમણે ત્યારે ફિલ્મો કરવાનું પણ શરૂ કર્યું. રામસે બ્રધર્સની ‘પુરાના મંદિર’, બંધ દરવાજા અને સામરીમાં શેતાનની ભૂમિકા ભજવી હતી. બાદમાં અનિરુદ્ધ અગ્રવાલે હોલીવુડમાં પણ કામ કર્યું. વર્ષ ૧૯૯૪માં તે ‘ધ જંગલ બુક’ અને પછી Such a Long Journeyમાં જાેવા મળ્યા હતા. ત્યારબાદ અનિરુધ અગ્રવાલે ૨૦૦૩માં શેખર કપૂરની ‘બેન્ડિટ ક્વીન’, આમિર ખાનની ‘મેલા’ અને અક્ષય કુમારની ‘તલાશઃ ધ હન્ટ બિગીન્સ’માં કામ કર્યું હતું.

ત્યારે અનિરુદ્ધને હોલિવૂડમાંથી ઘણી ઓફર મળી રહી હતી. પરંતુ બાળકોની કારકિર્દી માટે તેમણે આ તમામ ઓફરો નકારી દીધી હતી. અનિરુદ્ધ હાલ મુંબઈમાં રહે છે. બોલિવૂડમાં હૉરર ફિલ્મો બનાવવામાં રામસે બ્રધર્સનો સિક્કો હતો. તેમણે ૭૦-૮૦ના દાયકામાં ઓછા બજેટની કલ્ટ ફિલ્મો બનાવી હતી.

કુમાર રામસેએ રામસે બ્રધર્સની મોટાભાગની ફિલ્મોમાં કથા-પટકથા લેખનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં કુમાર રામસેએ લખેલી મહત્વની ફિલ્મોમાં પુરાના મંદિર, ડાક બંગલા, ૩ડી સામરી, હોટેલ, ગેસ્ટ હાઉસ, દરવાજા, સાયા વગેરેનો સમાવેશ થાય છે.

બોલિવૂડમાં એક એવો પણ સમય આવ્યો હતો કે જ્યારે હોરર ફિલ્મો બનાવીને દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવા અને દર્શકોને ડરાવવામાં રામસે બ્રધર્સની ફિલ્મોનો ડંકો વાગતો હતો. રામસે બ્રધર્સે બનાવેલી સુપરહિટ હોરર ફિલ્મોમાં વીરાના, પુરાના મંદિર, પુરાની હવેલી, દરવાજા, બંધ દરવાજા, દો ગઝ ઝમીન કે નીચે અને ઝી હોરર શો (ટીવી સિરિયલ) વગેરેનો સમાવેશ થાય છે.

રામસે બ્રધર્સની હોરર ફિલ્મો સફળ થવાના મુખ્ય કારણોમાં તેમની ફિલ્મોમાં સાંભળવા મળતું ડરામણું સંગીત, ભૂતોના વિકરાળ કદ અને ચહેરા, ડર લાગે તેવા ઘર અને લોકેશન, ફિલ્મની રસપ્રદ વાર્તા વગેરે મુખ્ય છે. રામસે બ્રધર્સની ફિલ્મોની ખાસિયત એ હતી કે તેમણે બનાવેલી તમામ ફિલ્મોની સમગ્ર પ્રક્રિયામાં આખો રામસે પરિવાર સંકળાયેલો જાેવા મળે છે.

જેમાં ફિલ્મનું ડિરેક્શનથી લઈને ફિલ્મનું લેખન, સંપાદન, કેમેરાવર્ક, પ્રોડક્શન અને પ્રોડ્યુસ સુધીના તમામ કાર્યો રામસે બ્રધર્સ (કુલ ૭ ભાઈઓ) કરતા હતા. રામસે બ્રધર્સની હોરર ફિલ્મોમાં એક્ટિંગનું કોઈ ખાસ મહત્ત્વ જાેવા મળતું નથી કારણકે આ ફિલ્મોમાં દર્શકો માત્ર પડદા પર હવે ભૂત ક્યારે દેખાશે તેની જ રાહ જાેતા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.