ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાતોમાં દેખાવા માટે મુશ્કેલીમાં મુકાઈ ગયો આ ખેલાડી
મુંબઇ, ઇંગ્લેંડની ટીમે ગયા વર્ષે ટેસ્ટ ક્રિક્રેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઇંગ્લેંડના આ કાયાકલ્પમાં હેડ કોચ બ્રેન્ડન મેક્કુલમની ભૂમિકા મહત્ત્વની રહી છે.
મેક્કુલમે બેઝબોલ મોડલ રજૂ કર્યું હતું, જે આક્રમક ક્રિક્રેટ પર આધારિત છે. મેક્કુલમની આ રણનીતિ રંગ લાવી હતી અને ઇંગ્લેંડના ખેલાડીઓ હવે ટેસ્ટ મેચમાં પણ વન-ડેના અંદાજ માં રમી રહ્યા છે. મેક્કુલમ હેડ કોચ બન્યા પછી ઇંગ્લેંડ ૧૨ ટેસ્ટમાંથી ૧૦ ટેસ્ટ મેચ જીતી છે.
ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન મેકકુલમ (Former New Zealand captain McCullum) જાન્યુઆરીમાં સટ્ટાબાજીના સંગઠન ‘૨૨ બેટ’નો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો હતો. એ પછી સટ્ટાબાજીની ઓનલાઇન જાહેર ખબરોમાં જાેવા મળ્યો. બ્રેન્ડને ૨૭ માર્ચે પોતાના ફેસબુક પેજ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ઇન્ડિયન પ્રીમીયર લીગમાં‘૨૨ બેટ’નો પ્રચાર કરતો જાેવા મળ્યો હતો.
બીબીસીના એક રિપોર્ટ મુજબ ઈઝ્રમ્એ કહ્યું છે કે અમે આ વિશે તપાસ કરી રહ્યા છે અને બ્રેન્ડન સાથે‘૨૨ બેટ’ના સંબંધો વિશે પણ ચર્ચા કરી રહ્યા છે. અમારી પાસે સટ્ટાબાજીને લગતા નિયમો છે અને અમે હંમેશા સુનિશ્ચિત કરીએ છીએ કે તેનું સંપૂર્ણ પાલન કરવામાં આવે.
જાેકે, ઇસીબીએ સ્પષ્ટતા કરી હતી કે મેક્કુલમ હાલમાં કોઈ તપાસ હેઠળ નથી. ન્યુઝીલેન્ડના પ્રોબ્લેમ ગેમ્બલિંગ જેન્ડર ફાઉન્ડેશને ગયા અઠવાડિયે ઇસીબીને આ જાહેરાતો વિશે ફરિયાદ કરી હતી.
ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમે પોતાના દેશ માટે લગભગ ૧૪ વર્ષ સુધી ક્રિક્રેટ રમી હતી. આ સમય દરમિયાન તેણે ૨૬૦ વન-ડે, ૧૦૧ ટેસ્ટ અને ૭૧ ટી -૨૦ મેચ રમી હતી.વન-ડે ઇન્ટરનેશનલમાં મેક્કુલમે ૩૦.૪૧ રનની એવરેજથી ૬૦૮૩ રન બનાવ્યા હતા.જેમાં ૫ સેન્ચુરી અને ૩૨ હાફ સેન્ચુરી સામેલ છે.
ટેસ્ટ ક્રિક્રેટમાં મેક્કુલમે ૩૮.૬૪ રનની એવરેજથી ૬૪૫૩ રન બનાવ્યા હતા. ટેસ્ટ મેચોમાં તેણે ૧૨ સેન્ચુરી અને ૩૧ હાફ સેન્ચુરી મારી હતી.ટી-૨૦ ઇન્ટરનેશનલમાં તેણે ૨૧૪૦ રન બનાવ્યા હતા, જેમાં ૨ સેન્ચુરી અને ૧૩ હાફ સેન્ચુરી મારી હતી.
૪૧ વર્ષના બ્રેન્ડન મેક્કુલમે આઇપીએલમા કોલકાત્તા નાઇટ રાઇડર્સ, કોચી ટસ્કર્સ કેરળ, ગુજરાત લાયન્સ, આરસીબી અને સીએસકે માટે મેદાનમાં ઉતર્યો હતો. આ દરમિયાન તેણે ૧૦૯ મેચમાં ૨૭.૬૯ની એવરેજથી ૨૮૮૦ રન બનાવ્યા જેમાં બે સદી અને ૧૩ અડધી સદી સામેલ છે.