વનડે વિશ્વકપ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર કરવામાં આવી
નવી દિલ્હી, વનડે વિશ્વકપ ૨૦૨૩ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. વિશ્વકપનો પ્રથમ મુકાબલો ૫ ઓક્ટોબરે રમાવાનો છે. આ મોટી ટૂર્નામેન્ટ માટે દુનિયાભરની ટીમો તૈયાર છે. આ વચ્ચે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે પોતાની વિશ્વકપ ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમની કમાન જાેસ બટલરને સોંપવામાં આવી છે. તો ટીમમાંથી એક સ્ટાર ખેલાડીને બહાર કરી દેવામાં આવ્યો છે.
ઈંગ્લેન્ડે ૫૦ ઓવરના વિશ્વકપની ટીમમાં સ્ટાર ઓપનિંગ બેટર જેસન રોયની જગ્યાએ હેરી બ્રૂકને સામેલ કર્યો છે. બ્રૂક, જેને ઈંગ્લેન્ડની અસ્થાયી વિશ્વકપ ટીમમાં બહાર રાખવામાં આવ્યો હતો, જેને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તાજેતરમાં સમાપ્ત થયેલી સિરીઝમાં સામેલ કરવામાં આવ્યો હતો. ડેવિડ મલાન, જેણે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ વનડે મેચની સિરીઝમાં ૨૭૭ રન ફટકાર્યા, તેને પણ ટીમમાં જગ્યા મળી છે. તે જાેની બેયરસ્ટો સાથે ઓપનિંગ કરી શકે છે. પીઠની ઈજાને કારણે રોયને બહાર કરવામાં આવ્યો છે.
ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર અને ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સને પણ વનડે વિશ્વકપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સ્ટોક્સે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ ઈનિંગમાં ૨૩૫ રન ફટકાર્યા હતા. જેમાં તેણે ૧૨૪ બોલ પર ૧૮૨ રનની ઈનિંગ રમી હતી.
સ્પિનર આદિલ રાશિદ અને માર્ક વુડ ઈજાગ્રસ્ત છે પરંતુ બંનેને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ઈંગ્લેન્ડ વિશ્વકપમાં પોતાના અભિયાનનો પ્રારંભ ૫ ઓક્ટોબરે અમદાવાદમાં ન્યૂઝીલેન્ડ સામે રમીને કરશે.
વર્લ્ડ કપ ૨૦૨૩ માટે ઈંગ્લેન્ડની ટીમ ઃ જાેસ બટલર (કેપ્ટન), મોઈન અલી, ગસ એટકિંસન, જાેની બેયરસ્ટો, હેરી બ્રૂક, સેમ કપન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રાશિદ, જાે રૂટ, બેન સ્ટોક્સ, રીસ ટોપલે, ડેવિડ વિલી, માર્ક વુડ, ક્રિસ વોક્સ.SS1MS