ભારત સામે ઈંગ્લેન્ડ ૪ સ્પિનર્સ-૧ પેસ બોલર સાથે મેદાનમાં ઉતરશે
વિશાખાપટ્ટનમ, ઇંગ્લેન્ડની ટીમે ૫ મેચોની ટેસ્ટ સીરિઝની બીજી ટેસ્ટ મેચ માટે પોતાના પ્લેઇંગ-૧૧ની જાહેરાત કરી દીધી છે. ટીમમાં ૨ ફેરફાર જાેવા મળી રહ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની બીજી મેચ વિશાખાપટ્ટનમના એસીએ-વીડીસીએ સ્ટેડિયમ ખાતે આવતીકાલે રમાનાર છે. ઇંગ્લેન્ડે મેચના એક દિવસ પહેલા જ પ્લેઇંગ-૧૧ જાહેર કરી દીધી છે. ઇંગ્લેન્ડની ટીમ ૪ સ્પિનર્સ અને ૧ ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતરશે. ટીમમાં ફાસ્ટ બોલર તરીકે જેમ્સ એન્ડરસનને માર્ક વુડના સ્થાને સામેલ કરવામાં આવ્યો છે.
શોએબ બશીર ટેસ્ટમાં ઇંગ્લેન્ડ તરફથી ડેબ્યૂ કરવા તૈયાર છે. ઇંગ્લેન્ડના અનુભવી સ્પિનર જેક લીચને હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન ઘુટણની ઈજા થઇ હતી જેના કારણે તે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઇ ગયો છે. જયારે માર્ક વુડને પ્રથમ ટેસ્ટ મેચમાં એકપણ વિકેટ મળી ન હતી. જેના કારણે ઇંગ્લેન્ડની ટીમે ફરી તેના અનુભવી દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને ટીમમાં સામેલ કરી તેના પર વિશ્વાસ બતાવ્યો છે.
ભારતીય ટીમની વાત કરીએ તો પ્રથમ ટેસ્ટ મેચમાં પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કરનાર કે.એલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. ત્યારબાદ બીજી ટેસ્ટ માટે સરફરાઝ ખાન, વોશિંગ્ટન સુંદર અને સૌરભ કુમારનો ભારતીય ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારતની પ્લેઈંગ-૧૧ની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી.
બીજી ટેસ્ટ મેચ માટે ઇંગ્લેન્ડના પ્લેઇંગ-૧૧
બેન સ્ટોક્સ (સુકાની), જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જાે રૂટ, જાેની બેરસ્ટો, બેન ફોક્સ, રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન.
SS2SS