ઈંગ્લેન્ડે ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો
પાક.ના આઠ વિકેટે ૧૩૭ રનના જવાબમાં ઈંગ્લેન્ડના ૧૯ ઓવરમાં ૧૩૮ રન
(એજન્સી)મેલબોર્ન, જાેસ બટલરની આગેવાનીવાળી ઈંગ્લેન્ડ ટીમે ધમાકેદાર પ્રદર્શન કરતાં ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ જીતી લીધો છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ફાઈનલમાં લાજવાબ બોલિંગ પ્રદર્શન બાદ બેન સ્ટોક્સની મહત્વની ઈનિંગ્સની મદદથી ઈંગ્લેન્ડે પાકિસ્તાનને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો.
આ સાથે જ ઈંગ્લેન્ડે ૧૯૯૨ના વન-ડે વર્લ્ડ કપની ફાઈનલનો હિસાબ ચૂકતે કર્યો છે. ૧૯૯૨ના વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને પાકિસ્તાન ચેમ્પિયન બન્યું હતું.
The trophy lift 🏆
Celebrations with loved ones and our amazing fans ❤️ pic.twitter.com/H2BCdf7j6r
— England Cricket (@englandcricket) November 13, 2022
ઈંગ્લેન્ડે ટોસ જીતીને બાબર આઝમની ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૩૭ રનનો સ્કોર જ નોંધાવી શકી હતી. જાેકે, પાકિસ્તાને વળતો પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો અને શરૂઆતમાં મહત્વની વિકેટો ઝડપીને ઈંગ્લેન્ડને દબાણમાં લાવી દીધું હતું.
પરંતુ બેન સ્ટોક્સે એક છેડો જાળવી રાખ્યો હતો અને અણનમ અડધી સદી ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. ઈંગ્લેન્ડે ૧૯ ઓવરમાં પાંચ વિકેટે ૧૩૮ રન નોંધાવીને મેચ અને ટી૨૦ વર્લ્ડ કપ ટ્રોફી જીતી લીધી હતી.
ઈંગ્લેન્ડ સામે ૧૩૮ રનનો લક્ષ્યાંક હતો અને સેમિફાઈનલમાં ભારત સામે એલેક્સ હેલ્સ અને કેપ્ટન જાેસ બટલરે જે અંદાજમાં બેટિંગ કરી હતી જે તે જાેતા આટલો લક્ષ્યાંક તેમના માટે આસાન હતો. જાેકે, પાકિસ્તાની બોલર્સે વળતી લડત આપી હતી. શાહીન આફ્રિદીએ એલેક્સ હેલ્સની એક રને પેવેલિયન ભેગો કરી દીધો હતો.
ત્યારબાદ ફિલેપ સોલ્ટ પણ ૧૦ રન નોંધાવીને આઉટ થયો હતો. જાેસ બટલરે બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હેરિસ રૌફે તેને પેવેલિયન ભેગો કરીને ઈંગ્લેન્ડને બેકફૂટ પર મૂકી દીધું હતું. બટલરે ૧૭ બોલમાં ૨૬ રન નોંધાવ્યા હતા જેમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી. ઈંગ્લેન્ડ માટે બોલર્સે દમદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ બેન સ્ટોક્સે બેટિંગમાં ઉમદા પ્રદર્શન કર્યું હતું.