Western Times News

Gujarati News

વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સા અસરકારક પેટ્રોલીંગ કરી જીલ્લામાં દેશી/વિદેશી દારૂની અસામાજીક પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા સુચનાની અમલવારીના ભાગરૂપે

પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.પરમાર એલ.સી.બી.ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ નડીયાદ પશ્ચિમ પો.સ્ટે હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેઙકો. કનકસિંહ તથા પો.કો.જયેશકુમાર નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે મોજે નડીયાદ પશ્ચિમ પો.સ્ટે હદના

સરદારનગરમાં વિસ્તારમાં રહેતા સુનીલકુમાર ઉર્ફે ઠુંઠીયો સ/ઓ પ્રેમચંદભાઇ ચંદવાણી (સીંધી) નાઓ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખી વેચાણ કરતા હોય જેઓને ભારતીય બનાવટની પરપ્રાંતની અલગ અલગ માર્કાની દારૂની નાની/મોટી બોટલો કુલ્લે નંગ- ૨૨૩ તથા બીયર ના ટીન નંગ- ૯૬ મળી કુલ્લે કી.રૂ.૮૩,૧૮૩/- પ્રોહી મુદ્દામાલ તથા અંગઝડતીના રોકડા રૂ.૨૫૦/- મળી

કુલ્લે રૂ. ૮૩૪૩૩/- ના પ્રોહી મુદ્દામાલ સાથે મળી આવી તેઓના વિરુદ્ધમાં નડીયાદ પશ્ચિમ પો.સ્ટે. પ્રોહિ. ધારા હેઠળ હેડ.કો.કનકસિંહ નાઓએ ફરીયાદ આપતા ગુનો રજી. કરવામાં આવેલ છે. (૧) કબ્જે કરેલ મુદ્દામાલઃ-ભારતીય બનાવટની પરપ્રાંતની અલગ અલગ માર્ક્‌સની દારૂની નાનીમોટી બોટલો કુલ્લે નંગ- ૨૨૩ તથા બીયર ના ટીન નંગ- ૯૬ મળી કુલ્લે કી.રૂ.૮૩,૧૮૩/- પ્રોહી મુદ્દામાલ તથા અંગઝડતીના રોકડા રૂ.૨૫૦/- મળી કુલ્લે રૂ. ૮૩૪૩૩/-નો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.