Western Times News

Gujarati News

નવી ટાટા કાર પર 6 મહિનાની EMI હોલીડે -ફક્ત વ્યાજ માસિક ભરવાનું

મુંબઈ, ભારતની અગ્રણી ઓટો બ્રાન્ડ ટાટા મોટર્સે આજે તેની લોકપ્રિય બ્રાન્ડ્સ ટિયાગો, નેક્સોન અને અલ્ત્રોઝ પર નવી અને આકર્ષક ફાઈનાન્સિંગ ઓફરના લોન્ચની ઘોષણા કરી હતી. ગ્રાહકો હમણાં શૂન્ય ડાઉન પેમેન્ટ કરી શકે, 6 મહિનાની ઈએમઆઈ હોલીડે (ફક્ત વ્યાજ માસિક ભરવાનું રહેશે) મેળવી શકે અને 5 વર્ષની લોનની મુદત માટે 100 ટકા સુધી ઓન-રોડ ફન્ડિંગ મેળવી શકે છે. આ ઓફર પાત્ર નોકરિયાત અને સ્વરોજગારી વ્યક્તિઓને ભારતની સૌથી પ્રાચીન અને અત્યંત વિશ્વસનીય બેન્કિંગ સંસ્થામાંથી એક કરૂર વૈશ્ય બેન્ક (કેવીબી) સાથે ભાગીદારી થકી મેળવી શકે છે.

સુરક્ષિત અંગત મોબિલિટી નિવારણો નાગરિકો અને તેમના પરિવારોને વધુ એફોર્ડેબલ અને પહોંચક્ષન બનાવવાના પ્રયાસમાં અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની જાળવણીમાં મદદરૂપ થવા માટે ટાટા મોટર્સ ઘણી બધી ફાઈનાન્સિંગ ભાગીદારો સાથે તેના સહયોગ થકી 8 વર્ષ સુધી લાંબી મુદતની લોન પર એફોર્ડેબલ, સ્ટેપ-અપ ઈએમઆઈ પણ ઓફર કરે છે. ઈએમઆઈ ફક્ત રૂ. 5555થી શરૂ થાય છે, જેના થકી તમે ઘરે 5- સ્ટાર જીએનસીએપી સેફ્ટી રેટેડ પ્રીમિયમ હેચબેક અલ્ત્રોઝ ડ્રાઈવ કરીને લઈ જઈ શકો છો. લોકપ્રિય એસયુવી નેક્સોન અને હેચબેક ટિયાગો હવે અનુક્રમે રૂ. 7499 અને રૂ. 4999થી શરૂ થતા ઈએમઆઈમાં મળશે.

ટાટા મોટર્સની ઉત્પાદન કરેલી કાર આંતરરાષ્ટ્રીય ગુણવત્તા, ડિઝાઈન અને સુરક્ષા સાથે ગૌરવપૂર્ણ રીતે ભારતીય છે. ઓફર્સ અને કાર ખરીદી વિકલ્પો વિશે વધુ જાણકારી માટે તમારી નજીકની ડીલરશિપમાં કોલ કરો અથવા વિઝિટ કરો cars.tatamotors.com.Customers, જેની પર ઘેરબેઠાં આરામથી અને સુરક્ષિત રીતે પૂછપરછ કરો, ટેસ્ટ ડ્રાઈવની વિનંતી કરો અને પરિપૂર્ણ ઓનલાઈન મંચ ક્લિક ટુ ડ્રાઈવ હાલમાં લોન્ચ કરાયું તેના થકી તમારા અગ્રતાના ફાઈનાન્સિંગ વિકલ્પ પસંદ કરી શકો છો.

ટેસ્ટ ડ્રાઈવ ગ્રાહકના અગ્રતાના સ્થળે માગણી પર ઓફર કરાશે. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે કોઈ પણ પ્રત્યક્ષ સંપર્ક ટાળવા માટે પાછળની સીટ પર ડીલર સ્ટાફના સભ્ય સાથે વાહન ફક્ત એક જણ ડ્રાઈવ કરી શકશે. દરેક ટેસ્ટ ડ્રાઈવ પછી ડ્રાઈવ સમયે સંપર્કમાં આવતા વાહનના ઈન્ટીરિયરને રક્ષણ આપતાં સુરક્ષાત્મક વર્સ બદલી કરવા સહિત વાહનને સંપૂર્ણ સેનિટાઈઝ કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.