&TV પર દુશ્મની, શ્રાપ અને કન્ફ્યુઝનથી ભરપૂર મનોરંજન!
&TV પર દૂસરી મા, હપ્પુ કી ઉલટન પલટન અને ભાભીજી ઘર પર હૈમાં મનોરંજનનો ડબલ ડોઝ માણવા મળશે.
એન્ડટીવી પર દૂસરી માની વાર્તા વિશે યશોદા કહે છે, “ડોક્ટર દાદાજી (સુનિલ દત્ત) અને અરવિંદ (મયંક મિશ્રા)ને માહિતગાર કરે છે કે કોઈકે મહુઆ (મનિષા અરોરા)ને ઝેર આપ્યું છે, જેને લીધે તેને પેટનું બાળક ગુમાવ્યું છે. કામિની (પ્રીતિ સહાય) આ માટે યશોદા (નેહા જોશી)ને દોષ આપે છે. યશોદાને બાળકો સાથે ઘર છોડી જવા કહેવામાં આવે છે.
યશોદા સહાય માટે પાડોશી પાસે જાય છે, પરંતુ તેઓ ઈનકાર કરે છે. કૃષ્ણા (આયુધ ભાનુશાલી) મનોજ (આરજે મોહિત)ને બોલાવે છે, પરંતુ ગાયત્રી તેને ઉત્તર આપવાથી રોકે છે. યશોદ બાળકોને રેલ વે પાટા તરફ લઈ જાય છે અને ટેન્ટ ઊભો કરે છે. કૃષ્ણા જુએ છે કે નુપૂર (અન્યા ગેલ્વન) અને આસ્થા (અદ્વિકા શર્મા) ભૂખ્યાં છે અને તેમને માટે સમોસા ખરીદી કરવા જાય છે અને તે પાછો આવે છે ત્યારે તેમને લંગર ખાતે ખાતા જુએ છે.
કામિની ત્યાં આવે છે અને યશોદાને નિઃસહાય બનવા બદલ ટોણો મારે છે. તે કબૂલ કરે છે કે તેણે જ મહુઆને ઝેર આપ્યું હતું, પરંતુ કોઈને પુરાવો મળશે નહીં એવો આત્મવિશ્વાસ બતાવે છે. કામિની ઘરે આવતાં માલતી (અનિતા પ્રદાન) પૂછપરછ કરે છે, “મહુઆને ઝેર કોણે આપ્યું હતું? જેને લઈ તે ચોંકે છે.”
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનની વાર્તા વિશે દરોગા હપ્પુ સિંહ કહે છે, “મનોહર (નીતિન જાધવ) હપ્પુ (યોગેશ ત્રિપાઠી)ને માહિતગાર કરે છે કે ઝોપડી બાબાએ કહ્યું છે તેમ તેને પ્રમોશન મળશે અને ઈન્સ્પેક્ટર બનશે. હપ્પુ તેની પર હસે છે, પરંતુ ટૂંક સમયમાં જ સમાચાર મળે છે કે કમિશનરે (કિશોર ભાનુશાલી) મનોહરને બઢતી આપી છે,
જેને લઈ હપ્પુ ચોંકે છે. આ પછી તે બેની (વિશ્વનાથ ચેટરજી) સાથે બાબાની ફરી એક વાર કસોટી લેવા માગે છે, જેને લઈ બાબા ગુસ્સે થાય છે અને સામે હપ્પુને તે બેવકૂફ જેવું વર્તન કરશે એવો શ્રાપ આપે છે. હપ્પુ ખરેખર બેવકૂફ જેવું કૃત્ય કરવાનું શરૂ કરે છે. બીજી બાજુ સ્કૂલના અધિકારીઓ વિદ્યાર્થીઓના વાલીઓ કેટલા સ્માર્ટ અને બુદ્ધિશાળી છે તેની ખાતરી કરવા માટે ઈન્ટરવ્યુ માટે તેમના વાલીઓને લાવવા વિદ્યાર્થીઓને જણાવે છે. હૃતિક (આર્યન પ્રજાપતિ), ચમચ (ઝારા વારસી) અને રણબીર (સોમ્યા આઝાદ)ને હપ્પુના બેવકૂફીભર્યા વર્તનથી ચિંતા થવા લાગે છે.”
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈની વાર્તા વિશે અંગૂરી કહે છે, “કમિશનર (કિશોર ભાનુશાલી), હપ્પુ (યોગેશ ત્રિપાઠી) અને મનોહર (નીતિન જાધવ) સ્વાંગ રચે છે અને આંતરરાષ્ટ્રીય ગુનેગારની પ્રેમિકાની ધરપકડ કરવા માટે ક્લબમાં પહોંચે છે. તેઓ એ જાણીને આશ્ચર્યમાં મુકાય છે કે છોકરી અંગૂરી (શુભાંગી અત્રે)ની હમશકલ છે.
તેઓ તેની સાથે રૂબરૂ થાય તે પૂર્વે લાઈટ્સ બંધ થઈ જાય છે અને લાઈટ પાછી આવતાં તેને તેઓ ઘાયલ અવસ્થામાં મદદ માગતી જુએ છે. બીજી બાજુ અંગૂરી પોતાને ફક્ત ગૃહિણી જ છે એવું કહીને તિવારી (રોહિતાશ ગૌર)એ અપમાન કરતાં ઘર છોડી જાય છે. કમિશનર અને મનોહર અંગૂરીનો સંપર્ક રે છે અને ગુનેગારે પકડવા માટે તેમને મદદ કરવા માટે પૂછે છે, જે માટે તે સંમત થાય છે. અંગૂરીના નૃત્ય વિશે જાણકારી મળતાં તિવારી અને વિભૂતિ સ્વાંગ રચે છે અને ક્લબમાં પહોંચે છે.”