એન્ટરટેઈનમેન્ટ કંપની ડિઝની ૭૦૦૦ કર્મચારીની છટણી કરશે
નવી દિલ્હી, વિશ્વભરમાં મંદીના પડછાયા વચ્ચે મોટી કંપનીઓમાં છટણીની પ્રક્રિયા ચાલી રહી છે. ફેસબુક, મેટા, ગૂગલ, ટિ્વટર બાદ હવે એન્ટરટેઈનમેન્ટ કંપની ડિઝનીનું નામ પણ આ લિસ્ટમાં સામેલ થઈ ગયું છે. મનોરંજન ક્ષેત્રની દિગ્ગજ કંપની ડિઝનીએ બુધવારે કહ્યું કે, તે ૭,૦૦૦ કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. છટણીનો ર્નિણય સીઈઓ બોબ ઈગર દ્વારા લેવામાં આવ્યો છે. તેમને ગયા વર્ષે ડિસેમ્બરમાં કંપનીની કમાન સોંપવામાં આવી હતી.
આ છટણીનો આંકડો મનોરંજન કંપની ડિઝનીના વૈશ્વિક કર્મચારીઓના લગભગ ૩ ટકા છે જેમાં છટણી કરવામાં આવી રહી છે. ડિઝનીના ત્રિમાસિક પરિણામો બાદ બુધવારે આ છટણીની જાહેરાત કરવામાં આવી છે. કંપની દ્વારા આ ર્નિણય વિશે કહેવામાં આવ્યું છે કે, છટણીનો આ ર્નિણય કંપનીમાં ૫.૫ બિલિયન ડોલરના ખર્ચને બચાવવાના લક્ષ્ય હેઠળ લેવામાં આવ્યો છે.
રિપોર્ટ પ્રમાણે ૧ ઓક્ટોબર સુધી ડિઝનીએ ૨,૨૦,૦૦૦ લોકોને હાયર કર્યા હતા. તેમાંથી લગભગ ૧,૬૬,૦૦૦ યુએસમાં અને ૫૪,૦૦૦ આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરે છે. આમાંથી લગભગ ૮૦ ટકા કર્મચારીઓ કંપની માટે પૂર્ણ-સમય કામ કરતા હતા. વૈશ્વિક મંદીને ટાંકીને કંપનીઓ તેમના ખર્ચ બચાવવા અથવા ખર્ચ ઘટાડવાના નામે ઝડપી છટણી કરી રહી છે. ડિઝનીની સ્થિતિ પર નજર કરીએ તો ડિઝની પ્લસના ગ્રાહકોમાં ૧ ટકાનો ઘટાડો થયો છે. આ મોટી છટણી અંગે ડિઝનીના સીઈઓબોબ ઈગરે કહ્યું કે હું આ ર્નિણયને હળવાશથી લેતો નથી. વિશ્વભરના અમારા કર્મચારીઓની પ્રતિભા અને સમર્પણ માટે મને ખૂબ જ આદર અને પ્રશંસા છે. કંપની દ્વારા શેર કરાયેલ છટણી વિશેની માહિતી સાથે એવું કહેવામાં આવ્યું છે કે તેની સ્ટ્રીમિંગ સેવાએ છેલ્લા ક્વાર્ટરમાં પ્રથમ વખત ગ્રાહકોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાવ્યો છે કારણ કે ગ્રાહકોએ તેમના ખર્ચમાં ઘટાડો કર્યો છે. ગયા વર્ષે કંપનીના ગ્રાહકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો હતો.
ડિઝની પ્લસ માટે આ ખૂબ જ પડકારજનક સમય છે. રિપોર્ટ પ્રમાણે ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં કંપનીના કુલ ગ્રાહકો ઘટીને ૧૬૮.૧ મિલિયન થઈ ગયા હતા. ગત વર્ષ ૨૦૨૨થી મંદીના વધતા જાેખમના અહેવાલો વચ્ચે ઘણી મોટી કંપનીઓએ વર્કફોર્સથી કર્મચારીઓની છટણી કરી દીધી છે. કર્મચારીઓને બહારનો રસ્તો બતાવતા મોટા નામોમાં ફેસબુક, ટ્વીટર, અમેઝોન, અલિબાબા, ગુગલજેવા મોટા નામો સામેલ છે.SS2.PG