Western Times News

Gujarati News

ઉત્સાહી અમદાવાદીઓએ ઉત્તરાયણની તૈયારીઓ આરંભી

પ્રતિકાત્મક

આ વર્ષે પતંગના પેચ લડાવવા મોંઘા પડશેઃ પતંગ અને દોરીના ભાવમાં ૧પથી ર૦ ટકા ભાવ વધારો ચૂકવવાની તૈયારી રાખવી પડશે

(એજન્સી) અમદાવાદ, ઉત્સવ જ અમદાવાદ શહેર અને અમદાવાદીઓનો મિજાજ છે. હાલમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સરકાર પણ આગામી ૪૦ દિવસ અત્યંત મહત્વના હોવાનું જાહેર કરી ચૂકી છે છતાં કોરોનાના ખોફ વચ્ચે પણ અત્યારથી જ શહેરીજનો ઉત્તરાયણની ઉજવણીની જાેરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. ઉત્તરાયણના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવા માટે લોકોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. કોરોનાની લહેર આવશે પણ ઉત્તરાયણ પ્રતિબંધ વિના જ ઉજવાશે એવું માનીને પતંગરસિયાઓ પતંગ ચગાવવા માટે માંજાે ફીરકી તૈયાર કરી રહ્યા છે.

અત્યારે ઉત્તરાયણનો રંગ ધીરે ધીરે જામી રહ્યો છે. શનિ રવિની રજાઓમાં ધાબા ઉપર પતંગરસિયાની ભીડ જાેવા મળી રહી છે ત્યારે પતંગરસિયાઓને આ વર્ષે ઉત્તરાયણમાં પતંગના પેચ લડાવવા પણ મોંઘા પડશે. પતંગ અને દોરીના ભાવમાં ૧પથી ર૦ટકા ભાવ વધારો ચૂકવવાની તૈયારી રાખવી પડશે. હાલમાં રાજયમાં ઉત્તરાયણની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

રાજકોટ, અમદાવાદ, સુરત સહિત રાજયના વિવિધ શહેરમાં મુખ્ય પતંગ બજારોમાં જથ્થાબંધ અને છૂટક ખરીદી માટે ચહલપહલ શરૂ થઈ રહી છે. સાથે જ દર વર્ષની જેમ ખાસ દોરી પાવા માટે યુપી બિહારથી કારીગરો પણ શહેરમાં આવી ચુકયા છે. તેઓ દોરીને કલર કરવા તેમજ દોરી પાવાનું કામ કરી રહ્યા છે. દોરી પાવાનું કામ કઠિન હોય છે.
ઉત્તરાયણ પર્વના બે મહિના પૂર્વે પરિવાર સાથે કારીગરો ગુજરાતમાં આવી જાય છે.

આ કારીગરો દોરીને કલર કરવાનું તેમજ કાચ સહિત અલગ અલગ મટીરિયલથી દોરી માંજવાનું કામ કરે છે. ૧૦૦૦ વાર, રપ૦૦ વાર, ૩૦૦૦ અને પ૦૦૦ વારની દોરીને કલર કરવાનું તેમજ કાચ તેમજ અન્ય મટીરિયલથી દોરીને કલર પાવાનું કામ થાય છે. તેઓ રનિંગ દોરી પાવા માટે ૧૦૦૦ વાર દોરીના પ૦ રૂપિયા મજુરી લે છે, જયારે સ્પેશિયલ દોરી પાવા માટે ૧૦૦૦ વારના ૧૦૦ રૂપિયા મંજૂરી લે છે. જે દોરી વધુ મજબુત હોય છે અને તેમાં વધુ કાચ અને અન્ય મટીરિયલ ઉપયોગમાં લેવાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.