Western Times News

Gujarati News

ડિપ્લોમામાંથી ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા ફરજિયાત

ગાંધીનગર, નવા શૈક્ષણિક વર્ષથી ડિપ્લોમા ના અભ્યાસ બાદ ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા માટે ટેકનિકલ શિક્ષણ વિભાગે એન્ટરન્સ એક્ઝામની જાેગવાઈની જાહેરાત કરી હતી.

શિક્ષણ વિભાગના ધ્યાને આવ્યું હતું કે ડિપ્લોમા માંથી ડિગ્રીમાં પ્રવેશ દરમિયાન ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે સંકળાયેલ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રો રેટાના આધારે પ્રવેશ હોવાથી વિદ્યાર્થીઓની બેઠકોની સંખ્યા ઓછા પ્રમાણમાં હતી.

આ સિવાય પ્રાઇવેટ કોલેજાે ના પ્રમાણમાં સંલગ્ન કોલેજાેના વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો હતો. અનેક રજુઆત બાદ આખરે ટેક્નિકલ શિક્ષણ વિભાગે પ્રવેશ પરીક્ષાની જાહેરાત કરી છે. જેથી હવે શ્રેષ્ઠ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે કોમન એન્ટરન્સ એક્ઝામના આધારે પ્રવેશ અપાશે. જેથી તમામ વિદ્યાર્થીઓ ને સમાન તક મળી રહેશે.

પ્રવેશ પરીક્ષામાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને મેથેમેટિક્સ વિષયમાંથી વિદ્યાર્થીઓને સવાલો પૂછવામાં આવશે.

૨૦૦ માર્કની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ૧૫૦ મિનિટનો સમય આપવામાં આવશે. પહેલીવાર એન્ટરન્સ એક્ઝામ હોવાથી પ્રવેશ સમિતિ દ્વારા રાજ્યના અલગ- અલગ સ્થાન ઉપર વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવશે.

આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ પણ દાખલ કરવામાં આવી છે, એટલે કે જે વિદ્યાર્થી પ્રશ્નનો ખોટો જવાબ આવશે તમને અડધો માર્ક કપાશે. ડિપ્લોમા માંથી ડિગ્રી એન્જિનિયરિંગમાં જવા માંગતા વિદ્યાર્થીઓને ગુજરાતી અને અંગ્રેજી એમ બંને માધ્યમમાં પરીક્ષા લેવામાં આવશે, જ્યારે ડિપ્લોમા માંથી ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ માત્ર અંગ્રેજીમાં જ પરીક્ષા આપવાની રહેશે.

સૌથી મોટી વાત એ છે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા વિદ્યાર્થીઓને પોતાની મૂળ બ્રાન્ચ સિવાય અન્ય બ્રાન્ચમાં પ્રવેશ લેવાની છૂટ પણ આપવમાં આવી છે. આ સિવાય પાંચ ટકા બેઠકો અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ માટે પણ ફાળવવામાં આવી છે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.