જ્યોતિ વિદ્યાલયમાં સાહસિકતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, સમાજ સુરક્ષા ગુજરાત સરકાર, ગુજરાત રાજ્ય વિકલાંગ (દિવ્યાંગ) નાણા અને વિકાસ નિગમ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસાર ખાતે સ્થાપવામાં આવેલ દિવ્યાંગજન સશક્તિકરણ કેન્દ્ર ખેડા દ્વારા સી એન વી હ્યુમન તંત્ર ફાઉન્ડેશન અમદાવાદ સંસ્થાના સહયોગથી ખેડબ્રહ્મા જિલ્લા સાબરકાંઠા ખાતે ઉદ્યોગસાહસિકતા જાગૃત કાર્યક્રમ સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ખાતે આયોજન કરવામાં આવ્યું, આ કાર્યક્રમમાં શ્રી સુરેશભાઈ પટેલ આચાર્યશ્રી જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા, શ્રી સીએન સોની સિનિયર ઓફિસર સીએનજી પત્ર યુનિવર્સિટી ફાઉન્ડેશન અમદાવાદ, શ્રી રૂપલબેન પટેલ, શ્રી બ્રિજેશભાઈ સોની વિગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૪૧ દિવ્યાંગો એ ભાગ લીધો હતો.