Western Times News

Gujarati News

દેવભૂમિ દ્વારકાના ૨૧ ટાપુઓ પર બે મહિના સુધી પ્રવેશબંધી

દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટી તંત્રએ દરિયામાં આવેલા ૨૧ ટાપુઓ પર પુર્વ મંજુરી વિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત દ્વારકા નજીકના આવેલા ટાપુ પર વાહનોની અવર-જવર તથા કચરો ફેંકવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામું પ્રસિધ્ધ કરીને જિલ્લાના ૨૧ ટાપુઓ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા પ્રાંત અધિકારી અને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટની લેખીત પુર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

જિલ્લામાં આવેલ ૨૧ ટાપુઓ જેવા કે (૧) ધાની ઉર્ફે ડની ટાપુ, (૨) ગાંધીયોકડો ટાપુ, (૩) કાલુભાર ટાપુ, (૪) રોઝી ટાપુ, (૫) પાનેરો ટાપુ, (૬) ગડુ (ગારૂ) ટાપુ, (૭) સાનબેલી (શિયાળી) ટાપુ, (૮) ખીમરોઘાટ ટાપુ, (૯) આશાબાપીર ટાપુ (૧૦) ભેંદર ટાપુ (૧૧) ચાંક ટાપુ (૧૨) ધબધબો (દબદબો) ટાપુ (૧૩) દીવડી ટાપુ (૧૪) સામીયાણી ટાપુ (૧૫) નોરૂ ટાપુ (૧૬) માન મરૂડી ટાપુ (૧૭) લેફા મરૂડી ટાપુ (૧૮) લંધા મરૂડી ટાપુ (૧૯) કોઠાનું જંગલ ટાપુ (૨૦) ખારા મીઠા ચુષ્ણા ટાપુ (૨૧) કુડચલી ટાપુ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા પ્રાંત અધિકારી અને સબ-ડિવીઝનલ મેજીસ્ટ્રેટની લેખિત પૂર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

આ જાહેરનામું તા.૩૦/૦૧/૨૦૨૫થી તા.૩૦/૦૩/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.