સલમાન ખાનના શોમાં થઈ વિદેશી સ્પર્ધકની એન્ટ્રી

મુંબઈ, આજથી બિગ બોસ ૧૭ની શરૂઆત થઈ ગઈ છે. આ શો કલર્સ ટીવી પર પ્રસારિત થઈ રહ્યો છે. આ વખતે શોમાં ઘણા જાણીતી તહેરાઓ જાેવા મળી રહ્યા છે. તેમાંથી એક છે વિદેશી સ્પર્ધક નાવીદ સોલ. આ સિઝનમાં નાવીદ સોલ વિદેશી ફ્લેવર ઉમેરતો જાેવા મળશે. શોમાં પ્રવેશતાની સાથે જ નાવીદે પોતાનું ચાર્મ બતાવવાનું શરૂ કરી દીધું હતું. તે આવતાની સાથે ખૂબ જ એન્ટટેનિંગ લાગ્યો હતો.
સલમાન ખાન પણ તેનાથી ઘણો પ્રભાવિત જાેવા મળ્યો હતો. પરંતુ આખરે નાવીદ સોલ કોણ છે? બિગ બોસ ૧૭માં આવેલા ૨૯ વર્ષીય નાવીદ સોલે લંડનનો રહેવાસી છે. તેણે પોતાનો અભ્યાસ પણ લંડનમાંથી જ પૂરો કર્યો છે. નાવીદે લંડનની કિંગ્સ કોલેજમાંથી માસ્ટર ઓફ ફાર્મસીનો અભ્યાસ કર્યો છે. નાવીદ પોતાને બાયો-સેક્સ્યુઅલ કહે છે. તમને જણાવી દઈએ કે તેણે ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું છે.
જેમાં રિચ કિડ્સ ગો સ્કિન્ટ, બીબીસીનું ઈટીંગ વિથ માય એક્સ સીઝન ૨, આઈટીવી રીન્ડર સીઝન ૭ સામેલ છે. શો કરવા સિવાય નાવીદ સોલે લંડનમાં પોતાનો બિઝનેસ પણ ચલાવે છે. તેણે લંડનમાં ઘણી ફાર્મસીઓ ખોલી છે. નાવીદ તેના બંને વ્યવસાયને સારી રીતે સંભાળે છે. નાવીદ સોલે પોતાની એક ટ્વીટને લઈને ઘણો વિવાદમાં રહ્યો હતો.
વાસ્તવમાં તે કોવિડ દરમિયાન તે લોકોમાં હતો. જેઓ કોરોના રસીની વિરુદ્ધ હતા. નાવીદ સોલે ઓગસ્ટ ૨૦૨૧માં ટિ્વટ કર્યું હતું કે તે ‘રસીની વિરુદ્ધ’ છે. નાવીદે આ અંગે અનેક ટિ્વટ પણ કર્યા હતા. જેમાં તેણે કોવિડ-૧૯ રસી અંગે ઘણી ભ્રામક માહિતી ફેલાવી હતી. તેમની આ ટિ્વટને લઈને ઘણો વિવાદ થયો હતો. જાેકે, થોડા સમય બાદ આ ટિ્વટ્સ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા.SS1MS