ભારતમાં પણ એરિસ વેરિયન્ટની એન્ટ્રી-નિષ્ણાતો દ્વારા એલર્ટ
ઓમિક્રોનના કહેવાતા આ નવા વેરિયન્ટને સમજવા માટે હજુ પણ અભ્યાસ ચાલી રહ્યો છે
(એજન્સી)નવી દિલ્હી, વિશ્વભરમાં કોરોના સંક્રમણની ગતિ નિયંત્રણમાં આવી ગઈ છે, જાેકે હજુ ખતરો ટળ્યો નથી. તાજેતરમાં જ યુકેમાં કોરોનાના નવા વેરિયન્ટ ઈજી.૫.૧ની પુષ્ટિ કરવામાં આવી છે, જેને વૈજ્ઞાનિકોએ ‘એરિસ’ નામ આપ્યું છે. ઓમિક્રોન પરિવારના કહેવાતા આ નવા વેરિયન્ટને સમજવા માટે હજુ પણ અભ્યાસ ચાલી રહ્યો છે.
હાલ આ વેરિયન્ટને વધુ સંક્રમણ ફેલાવનારા વેરિયન્ટમાંથી એક માનવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ભારતમાં પણ ‘એરિસ’ વેરિયન્ટની એન્ટ્રી થઈ ગઈ છે અને તેનો રિપોર્ટ પણ કરાયો છે…. દરમિયાન આરોગ્ય નિષ્ણાંતોએ નવા વેરિયન્ટને લઈ એલર્ટ આપ્યું છે. મીડિયા અહેવાલો મુજબ ભારતમાં આ વેરિઅન્ટની મે મહિનામાં પુષ્ટિ થઈ ગઈ હતી,
ત્યારબાદ ૨ મહિનાનો સમય વિત્યા બાદ હજુ સુધી આવા કોઈ કેસ સામે આવ્યા નથી. જાેકે આવી સ્થિતિમાં આરોગ્ય નિષ્ણાંતોએ કહ્યું કે, આ વેરિયન્ટથી ગભરાવાની જરૂર નથી, પરંતુ કોરોનાથી બચવાના ઉપાયોનું પાલન કરતા રહેવાની જરૂર છે… કારણ કે વેરિઅન્ટમાં મ્યૂટેશનનું જાેખમ સતત રહેલું છે.
વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે ડબલ્યુએચઓએ કોરોનાના નવા વેરિયન્ટને ‘વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ તરીગે વર્ગીકૃત કર્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ નવા વેરિયન્ટથી કોઈ મોટો ખતરો હોવાની સંભાવના નથી. નવા વેરિયન્ટ ઈજી.૫.૧ પર સંશોધન કરાયાના આધાર પર વૈશ્વિક સ્તરે આ વેરિયન્ટનું જાહેર જાેખમ ઓછું આંકવામાં આવ્યું છે.
વેરિયન્ટનો સંક્રમણ દર વધુ હોઈ શકે છે, જે અગાઉ પણ ઓમિક્રોનના અન્ય વેરિયન્ટમાં જાેવા મળી છે. જાેકે આ નવા વેરિયન્ટના કારણે ગંભીર બિમારી ફેલાવવાનો ખતરો ઘણો ઓછો છે.
કેન્દ્રના રાજયકક્ષાના આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું છે કે આનાથી ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. જાેકે નિષ્ણાંતો પણ આ વેરિયન્ટને ગંભીર ગણાવતા નથી.