એન્વિરો ઇન્ફ્રા એન્જિનિયર્સનો IPO 22 નવેમ્બર, 2024ના રોજ ખૂલશે
- પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના (“Equity Share”) ઇક્વિટી શેર દીઠ રૂ. 140થી રૂ. 148ના ભાવે પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવ્યો છે
- એમ્પ્લોઈ રિઝર્વેશન પોર્શનમાં બિડ કરી રહેલા લાયક કર્મચારીઓને પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ રૂ. 13નું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે
- બિડ/ઓફર શુક્રવાર, 22 નવેમ્બર, 2024ના રોજ ખૂલશે અને મંગળવાર, 26 નવેમ્બર, 2024ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ ગુરૂવાર, 21 નવેમ્બર, 2024 રહેશે.
- બિડ્સ લઘુતમ 101 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 101 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે
અમદાવાદ, એન્વિરો ઇન્ફ્રા એન્જિનિયર્સ લિમિટેડ શુક્રવાર, 22 નવેમ્બર, 2024ના રોજ ઇક્વિટી શેરના તેના આઈપીઓના સંદર્ભે તેની બિડ/ઓફર ખોલશે.
ઇક્વિટી શેર્સ (પ્રત્યેક રૂ. 10 ની ફેસ વેલ્યુના)ની કુલ ઓફર સાઇઝમાં 3,86,80,000 સુધીના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ (The “Fresh Issue”) તથા 52,68,000 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફર (The “Offer for Sale”)નો સમાવેશ થાય છે.
આ ઓફરમાં લાયક કર્મચારીઓ દ્વારા સબ્સ્ક્રીપ્શન માટે 1,00,000 સુધીના ઇક્વિટી શેર્સના રિઝર્વેશનનો સમાવેશ થાય છે (The “Employee Reservation Portion”).
એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ ગુરૂવાર, 21 નવેમ્બર, 2024 રહેશે. બિડ/ઓફર શુક્રવાર, 22 નવેમ્બર, 2024ના રોજ ખૂલશે અને મંગળવાર, 26 નવેમ્બર, 2024ના રોજ બંધ થશે (“Bid Details”).
ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 140 થી રૂ. 148 રાખવામાં આવ્યો છે. બિડ્સ લઘુતમ 101 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 101 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે (The “Price Band”).
કંપની ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી આવકનો નીચે મુજબ ઉપયોગ કરવાની ઇચ્છા રાખે છેઃ (1) કાર્યશીલ મૂડીની જરૂરિયાતો માટે (2) હાઇબ્રિડ એન્યુઈટી આધારિત પીપીપી મોડ દ્વારા ઉત્તર પ્રદેશમાં મથુરા ખાતે મથુરા સેવરેજ સ્કીમ શીર્ષક હેઠળના પ્રોજેક્ટ હેઠળ 60 એમએલડી એસટીપી ઊભું કરવા માટે અમારી પેડાકંપની ઈઆઈઈએલ મથુરા ઇન્ફ્રા એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડ (“EIEL Mathura”)માં ફંડ ઉમેરવા માટે (3) અમારા બાકી દેવા પૈકીના કેટલાકની સંપૂર્ણ અથવા આંશિકપણે ચૂકવણી કે પૂર્વચૂકવણી માટે (4) ન ઓળખેલા હસ્તાંતરણો દ્વારા ઇનઓર્ગેનિક ગ્રોથને ફંડિંગ માટે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે (the “Objects of Issue”).
52,68,000 સુધીના ઇક્વિટી શેર્સ માટેની ઓફર ફોર સેલ (“Offered Shares”)માં સંજય જૈન દ્વારા 21,34,000 સુધીના ઇક્વિટી શેર્સ, મનીષ જૈન દ્વારા 21,34,000 સુધીના ઇક્વિટી શેર્સ, રિતુ જૈન દ્વારા 5,00,000 સુધીના ઇક્વિટી શેર્સ અને સાચી જૈન દ્વારા 5,00,000 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે (સાથે મળીને “Promoter Selling Shareholders”) અને વેચાણકર્તા શેરધારકો દ્વારા ઇક્વિટી શેર્સના વેચાણ માટેની આવી ઓફર “the Offer for Sale” ગણાશે.
આ ઇક્વિટી શેર્સ દિલ્હી ખાતેની રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં દાખલ કરાયેલા તારીખ 16 નવેમ્બર, 2024ના રોજના કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવી રહ્યા છે (The “RHP”).
આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (“NSE” together with BSE, the “Stock Exchanges”) જેવા સ્ટોક એક્સચેન્જીસ પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. ઓફર માટે, બીએસઈ એ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ રહેશે (The “Listing Details”).
આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા અને સુધારેલા સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (નિયમન) નિયમો, 1957ના નિયમ 19(2) (બી)ના સંદર્ભે કરવામાં આવી છે. આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(1)ના અનુસંધાનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં નેટ ઓફરના લઘુત્તમ 50 ટકા પ્રમાણસર ધોરણે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs” અને આવો પોર્શન the “QIB Portion”)ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે અમારી કંપની અને વેચાણકર્તા શેરધારકો બીઆરએલએમ સાથેની ચર્ચા બાદ ક્યુઆઈબી હિસ્સાનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (the “Anchor Investor Portion”)ને ફાળવી શકે છે. એન્કર ઇન્વેસ્ટર પોર્શન પૈકી એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ તરફથી જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવણી કરવામાં આવી હોય તે અથવા તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબ્સ્ક્રીપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે (એન્કર ઇન્વેસ્ટર પોર્શનને બાદ કરતાં) (“Net QIB Portion”).
આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબીને (એન્કર ઇન્વેસ્ટર સિવાય) પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઓફર પ્રાઇઝ અથવા તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. જોકે જો મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી પોર્શનના 5 ટકા કરતા ઓછી હોય તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.
આ ઉપરાંત (અ) નેટ ઓફરનો લઘુત્તમ 15 ટકા હિસ્સો નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે (જે પૈકી એક તૃત્યાંશ હિસ્સો રૂ. 2,00,000થી વધુ અને રૂ. 10,00,000 સુધીની બિડ્સ ધરાવતા બિડર્સ માટે અને બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 10,00,000થી વધુની બિડ્સ ધરાવનારાઓ માટે અનામત રહેશે અને (બ) નેટ ઓફરના લઘુત્તમ 35 ટકા સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (“RIB”)ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જેના માટે ઓફર કિંમત કે તેનાથી વધુની કિંમતે તેમના તરફથી માન્ય બિડ્સ મળેલી હોવી જોઈએ. આ ઉપરાંત ઇક્વિટી શેર્સ એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન હેઠળ અરજી કરતા લાયક કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે, એ શરતે કે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે તેમના તરફથી માન્ય બિડ્સ મળેલી હોય. તમામ બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) આ ઓફરમાં તેમના સંબંધિત ASBA ખાતાની વિગતો અને યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડી (અહીં જણાવ્યા મુજબ)ની વિગતો પૂરી પાડીને ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ ભાગ લેવાનો રહેશે જેમાં બિડની સંબંધિત રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) દ્વારા અથવા સ્પોન્સર બેંકો દ્વારા, જે લાગુ પડતી હોય તે, મુજબ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ થકી એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસના પેજ 466થી શરૂ “Offer Procedure” થતી વાંચો.
હેમ સિક્યોરિટીઝ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (“BRLM”) છે.અહીં ઉપયોગમાં લેવાયેલી પરંતુ વ્યાખ્યા ન કરાયેલી બાબતોને આરએચપીમાં જણાવ્યા મુજબની બાબતો મુજબનો અર્થ થશે.
Disclaimer:ENVIRO INFRA ENGINEERS LIMITED is proposing, subject to receipt of requisite approvals, market conditions and other considerations, to undertake an Initial public offer of its Equity Shares and has filed the red herring prospectus dated November 16, 2024 filed with the ROC, Delhi. The RHP is made available on the websites of SEBI, BSE and NSE at www.sebi.gov.in, www.bseindia.com and www.nseindia.com, respectively, and on the website of the Book Running Lead Manager i.e. Hem Securities Limited at www.hemsecurities.com, and also at the website of the Company at www.eiel.in. Potential investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, see “Risk Factors” on page 40 of the RHP. Potential investors should not rely on the DRHP for making any investment decision but should only rely on the information included in RHP filed by company with the ROC.
The Equity Shares offered in the Issue have not been and will not be registered under the U.S. Securities Act or any other applicable law of the United States and, unless so registered, may not be offered or sold within the United States, except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirements of the U.S. Securities Act and applicable state securities laws. Accordingly, the Equity Shares are only being offered and sold outside the United States in “offshore transactions” in reliance on Regulation S under the U.S. Securities Act and the applicable laws of the jurisdiction where those offers, and sales are made. The equity shares offered to this issue have not been and will not be registered, listed or otherwise qualified in any other jurisdiction outside India and may not be offered or sold, and Bids may not be made by persons in any such jurisdiction, except in compliance with the applicable laws of such jurisdiction.