ક્લાઇમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની બેંગલુરુમાંથી ધરપકડ
નવી દિલ્હી, ખેડૂત આંદોલનને લઈ ભારતને કથિત રીતે આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘેરવા માટે તૈયાર કરવામાં આવેલી રણનીતિનો ખુલાસો થયા બાદથી મોટો હોબાળો થઈ ગયો છે. Environmental activist Disha Ravi has been remanded to Delhi police’s custody
મૂળે, ક્લાઇમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગએ એક ટૂલકિટને ટ્વીટ કરી હતી, જેમાં કથિત રીતે ખેડૂત આંદોલનને લઈને મોદી સરકારને ઘેરવા અને ભારતને બદનામ કરવાનું કાવતરું રચવામાં આવ્યું હતું.
આ મામલામાં હવે દિલ્હી પોલીસની સ્પેશલ સેલના સાઇબર યૂનિટે બેંગલુરુથી ૨૧ વર્ષીય ક્લાઇમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ કરી છે.