કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા પર્યાવરણ જાળવણી સંદર્ભે લોકસંપર્કનું આયોજન કરાયું

વિવિધ વિષયોને આવરી લેતા મનોરંજક નાટકોની રજુઆત કરવામાં આવી
પાલનપુર, ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર, બ્યુરો, પાલનપુર દ્વારા દાંતા તાલુકાના માંકડી, રીહેન એચ. મેહતા વિધાલય ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રદર્શન સાથે લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીના અૃમત વર્ષની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહયું છે. ત્યારે દેશના નાગરીકોમાં રાષ્ટ્ર ભાવના દેશ દાઝના વિચારોનું સિંચન થાય તેમજ રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભાગીદારી વધે સ ાથે જ ભારત સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ તેમજ વિવિધ અભિયાનોની જાણકારી છેવછાડાના માનવી સુધી પહોચે એ અર્થે વિવિધ લોકસંપર્ક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
દાંંતા તાલુકાના માંકડી ખાતે આયોજીત આ કાર્યક્રમમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ચિત્ર પ્રદર્શન, રેલી સ્વચ્છ ભારત અભિયાનથી પ્રતીજ્ઞા સાથે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
પર્યાવરણ જાળવણી માટે આપણી વનસ્પતિના ગુણધર્મો દર્શાવતી વનસ્પતી ઓળખો હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાર્થીઓ દ્વારા મૌખીક તેમજજ ચાર્ટના માધ્યમથી આકર્ષક રજુઆત કરવામાં આવી હતી. શ્રી સાબરકાંઠા જીલ્લા યુવા પરીવાર તેમજ માટી ફાઉન્ડેશનના કલાકાર મિત્રો દ્વારા વિવિધ વિષયોને આવરી લેતાં મનોરજક નાટકની પ્રસ્તુતી કરવામાં આવી હતી.
આ પ્રસંગે કાર્યકર્મમાં દાંતા તાલુકા આરોગ્ય અધિકારી ડો.નીશાબેન ડાભી, ગુજરાત ટ્રેનીગ ઈન્સ્ટીટયુટ સંસ્થાના મેનેજીગ ડાયરેકટર મહાદેવભાઈ ચૌધરી વગેરેને ઉપસ્થિતીમાં કાર્કયર્મની જાણકારી આપતા ઉત્તર ગુજરાત ઝોનના કેન્દ્રીય સંચાર બ્યુરો,
પાલનપુરના અધિકારી જે.ડી. ચૌધરીએ કાર્યક્રમના હેતુને સ્પષ્ટ કરતા જણાવ્યું કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર ભારત સરકારના વિવિધ અભિયાનોને સંપૂર્ણ જાણકારી લોકો સમક્ષ પહોચાડવા તેમજ જનભાગીદારી વધારવાનો આ કાર્યક્રમને ઉદેશ્ય છે.
આ પ્રસંગે ડો.નીશાબેન ડાભી દ્વારા આરોગ્યની વિવિધ સેવાઓની જાણકારી સાથે કોરોના જેવા રોગોથી બચવા સાવચેતી રાખવા જણાવ્યું હતું. મહાદેવભાઈ ચૌધરી દ્વારા પર્યાવરણની જાળવણી માટે તેમજ માનવ જીવનના વિકાસના વૃક્ષો અને વનરાજીનું મહત્વ સમજાવ્યું હતું તેમજ દરેક નાગરીકને વન્ય જાળવણીનો સંકલ્પ લેવા અપીલ કરી હતી.
તંદુરસ્ત જીવન માટે શુદ્ધ આબોહવા તેમજ વનસ્પતી અને વૃક્ષોની જાળવણીના સંદેશ સામાન્ય જન સમુદાય સુધી પહોચે તે માટે વિધાલય દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી રાકેશભાઈ પ્રજાપતીએ આપી હતી.