Western Times News

Gujarati News

એસ્સાર ઓઈલે સંશોધન અને વિકાસમાં સહયોગ કરવા IIT બોમ્બે સાથે MoU કર્યુ

મુંબઈ: ભારતની સૌથી મોટી ઈએન્ડપી કંપનીઓમાંની એક અને બિનપરંપરાગત હાઈડ્રોકાર્બન ક્ષેત્રે અગ્રણી એસ્સાર ઓઈલ એન્ડ ગેસ એક્સ્પ્લોરેશન એન્ડ પ્રોડક્શન લિમિટેડે (ઈઓજીઈપીએલ) ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી બોમ્બે (IIT બોમ્બે) સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી હતી. આ સહયોગનો હેતુ વિવિધ અત્યાધુનિક સીબીએમ (કોલ બેડ મિથેન) ટેક્નોલોજીસમાં સ્વદેશી પ્રગતિ પર કેન્દ્રિત સંશોધન અને વિકાસ પહેલને સંયુક્ત રીતે આગળ વધારવાનો છે. EOGEPL signs MoU with IIT Bombay to collaborate for R&D

કોલ બેડ મિથેન (સીબીએમ) ભારતની ઊર્જા માંગને પહોંચી વળવાની ક્ષમતા ધરાવે છે, જે કોલસાના ભંડારમાં કાર્બન ડાયોક્સાઇડ સંગ્રહિત કરતી વખતે અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટાડે છે. રાણીગંજ ઇસ્ટ સીબીએમ બ્લોક ઈઓજીઈપીએલની ફ્લેગશિપ એસેટ છે, જે સીબીએમ ગેસની નોંધપાત્ર માત્રા ધરાવે છે. ભારતમાં સીબીએમ વિકાસના મુખ્ય ઉદાહરણ તરીકે ઓળખ સાથે તેણે ઈઓજીઈપીએલે તેના સીબીએમ ગેસ સપ્લાય પર નિર્ભર સમર્પિત ગ્રાહકોના વ્યવસાયનું મુખ્ય પૂરક બન્યું છે.

આઈઆઈટી બોમ્બેને તેના ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષણ અને વિજ્ઞાન, એન્જિનિયરિંગ, ડિઝાઇન, મેનેજમેન્ટ અને માનવતાના વિવિધ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સંશોધન માટે વૈશ્વિક પ્રશંસા પ્રાપ્ત થયેલી છે.

ઈઓજીઈપીએલ અને આઈઆઈટી બોમ્બે વચ્ચેની ભાગીદારી સંશોધન અને વિકાસમાં, ખાસ કરીને સંભવિત ઉન્નત કોલ બેડ મિથેન (ઈસીબીએમ) રિકવરી ટેક્નિક્સ અને CO2 સિક્વેસ્ટ્રેશનમાં સંશોધન કરશે. આ સહિયારા પ્રયાસનો ઉદ્દેશ્ય નવીન, પ્રાયોગિક અને સિમ્યુલેશન પદ્ધતિઓ દ્વારા ઉન્નત કોલ બેડ મિથેન પ્રક્રિયાઓની જટિલતાઓને ઉકેલવાનો છે.

આ સંશોધનમાં ઇન્ડસ્ટ્રી-સ્ટાન્ડર્ડ સોફ્ટવેર પ્લેટફોર્મનો ઉપયોગ કરીને એડવાન્સ્ડ રિઝર્વોયર સિમ્યુલેશનનો અભ્યાસ કરવામાં આવશે. વધુમાં, તે ઊંડા કોલસાના ભંડારમાંથી ગેસ કાઢવા માટે યોગ્ય પદ્ધતિઓના વિકાસની શોધ કરશે. મુખ્યત્વે CO2 એન્હાન્સ્ડ સીબીએમ રિકવરી સ્ટડીઝ દ્વારા, હાલના કૂવાઓમાંથી ઉત્પાદન વધારવા માટે નવી ઉન્નત રિકવરી તકનીકોને સ્ક્રીનીંગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આ એમઓયુના ભાગરૂપે ઈઓજીઈપીએલ સંશોધનના વિષયોના ક્ષેત્રોના પ્રારંભિક લિસ્ટની દરખાસ્ત કરશે. કંપની પ્રોજેક્ટ માટે જરૂરી ફંડિંગ અને ડેટા સપોર્ટ પ્રદાન કરશે અને પરસ્પર સંમતિ સાથેની તપાસ અને સંશોધન પ્રયોગો માટે કુવાઓનું એક્સેસ આપશે. ઈઓજીઈપીએલ આઈઆઈટી બોમ્બે સાથે સંયુક્ત રીતે સહયોગપૂર્ણ સંશોધન તાલીમ અને કાર્યક્રમોને અનુસરવા માટે પ્રતિબદ્ધ છે.

IIT બોમ્બે સંમત થિમેટિક એરિયામાં પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ હાથ ધરશે અને ટેક્નોલોજી ડેવલપમેન્ટ સપોર્ટ ઓફર કરશે અને પ્રોજેક્ટ ઉદ્દેશ્યો તથા શિડ્યૂલ અનુસાર ઈઓજીઈપીએલને સંશોધિત પરિણામો આપશે. આમાં જરૂરી નિપુણતા અને ક્ષમતા સાથે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને જોડવા, પરસ્પર સંમત થયા મુજબ ઈઓજીઈપીએલ અધિકારીઓને તાલીમ પ્રદાન કરવી અને સંશોધન કામગીરીને સરળ બનાવવા માટે મૂળભૂત માળખાકીય સુવિધાઓનો લાભ લેવાનો સમાવેશ થાય છે.

એમઓયુ પર હસ્તાક્ષર કરવા અંગે ટિપ્પણી કરતા ઈઓજીઈપીએલના સીઈઓ શ્રી પંકજ કાલરાએ જણાવ્યું હતું કે, “આ સહયોગ એસ્સારના નવીનતા અને જ્ઞાનની વહેંચણી પ્રત્યેના મજબૂત સમર્પણને દર્શાવે છે. અમે દૂરગામી અસરો સાથે અગ્રણી ઉકેલો પૂરા પાડવાની તક પ્રત્યે ઉત્સાહી છીએ. ટેક્નોલોજીકલ એડવાન્સમેન્ટ અને અન્ય ઇન્ડસ્ટ્રી પ્રેક્ટિસીસ માટે દેશની મહત્વપૂર્ણ શૈક્ષણિક સંસ્થાઓ સાથે કામ કરવાની આતુરતા માટે એસ્સાર મક્કમ પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે.” આઇઆઇટી બોમ્બેનાં ડીન (આરએન્ડડી) શ્રી. સચિન સી. પટવર્ધને પણ સમાન ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

કંપનીએ રાણીગંજ બ્લોકમાં નોંધપાત્ર રૂ. 5,000 કરોડનું રોકાણ કર્યું છે, જેના પરિણામે 348 કૂવાઓનું ડ્રિલિંગ અને લગભગ 0.9 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (mmscd) ગેસનું દૈનિક ઉત્પાદન થાય છે. વધુમાં, ઈઓજીઈપીએલ પશ્ચિમ બંગાળના રાણીગંજમાં તેના કોલ બેડ મિથેન પ્રોજેક્ટમાં આગામી 18 થી 24 મહિનામાં વધારાના 200 કૂવા ડ્રિલ કરવા માટે વધારાના રૂ. 2,000 કરોડનું રોકાણ કરશે.

રાણીગંજ બ્લોકમાં 12 ટીસીએફ (ટ્રિલિયન ક્યુબિક ફીટ) સીબીએમનો સંસાધન છે. આ સાથે એસ્સાર ગેસ આધારિત અર્થતંત્ર બનવાના રાષ્ટ્રના વિઝનમાં નોંધપાત્ર યોગદાન આપી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.