ઇપેક ડ્યુરેબલને વિસ્તરણ માટે રૂ. 160 કરોડનું રોકાણ મળ્યું
EPACK Durable receives equity investment of INR 1,600 Mn to fund its expansion
ઇપેક ડ્યુરેબલ પ્રાઇવેટ લિમિટેડ બીજી સૌથી મોટી રુમ એર કન્ડિશનર (RAC)આઉટસોર્સ ડિઝાઇન મેનુફેક્ચરર (ODM)કંપની છે, જેને ICICI વેન્ચરની સલાહ મેળવતા ઇન્ડિયા એડવાન્ટેજ ફંડ S4 I અને ડાયનેમિક ઇન્ડિયા ફંડ US S4 I પાસેથી રૂ. 1,600 મિલિયનનું ઇક્વિટી રોકાણ મેળવ્યું.
ઇપેક ડ્યુરેબલે બ્રાઉનફિલ્ડ અને ગ્રીનફિલ્ડ વિસ્તરણમાં રૂ. 5,000 મિલિયનનું રોકાણ કરવાની એની યોજના જાહેર કરી, જેમાં તાજેતરમાં રુમ એર કન્ડિશનર્સ માટે જાહેર થયેલી PLI યોજનાનો ઉપયોગ થશે, જેથી એની ક્ષમતા વર્ષ 2025 સુધીમાં 3 ગણી વધશે.
ICICI વેન્ચરની સલાહ મેળવતી ઇપેક ડ્યુરેબલ પ્રાઇવેટ લિમિટેડ અને ફંડ્સે આજે રૂ. 1,600 મિલિયનના મૂડીઉમેરણના નવા રાઉન્ડની જાહેરાત કરી હતી. આ રાઉન્ડનું સંચાલન આઇસીઆઇસીઆઈ વેન્ચર દ્વારા સલાહ મેળવતા ફંડો ઇન્ડિયા એડવાન્ટેજ ફંડ સીરિઝ 4 અને ડાયનેમિક ઇન્ડિયા US S4 I દ્વારા સંચાલિત છે.
અત્યારે ઇપેક ડ્યુરેબલે 1 મિલિયન RAC અને 1 મિલિયન SHA યુનિટની ક્ષમતા સ્થાપિત કરી છે તથા નવી ઇક્વિટી મૂડીનું ઉમેરણ ઇપેકને ક્ષમતામાં વધુ વધારો કરવા અને વિવિધ ઘટોક માટે ક્ષમતાના સંવર્ધન સાથે બેકવર્ડ ઇન્ટિગ્રેશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ થશે.
કંપનીએ વર્ષ 2025 સુધી એની RAC ક્ષમતા દર વર્ષે 3.0 મિલિયન યુનિટ સુધી વધારવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જેથી ભારતમાં RACsની વધતી માગ પૂર્ણ કરી શકાય અને નિકાસ બજારોની જરૂરિયાતો પૂરી કરી શકાય.
ઇપેક ભારતમાં RACs માટે બીજી સૌથી મોટી ઓડીએમ છે. કંપની ફિક્સ્ડ સ્પીડ અને ઇન્વર્ટર્સ સહિત લેટેસ્ટ ટેકનોલોજી સાથે વિન્ડો એસી અને સ્પ્લિટ એસી સહિત રૂમ એર કન્ડિશનર્સની સંપૂર્ણ રેન્જનું ઉત્પાદન કરે છે. કંપની ઇન્ડક્શન કૂકટોપ, મિક્સર ગ્રાઇન્ડર્સ અને વોટર ડિસ્પેન્સર્સ વગેરે સહિત SHAનું ઉત્પાદન પણ કરે છે.
કંપની મોટી ભારતીય અને બહુરાષ્ટ્રીય બ્રાન્ડ્સને એના ઉત્પાદનોનો પુરવઠો પૂરો પાડે છે. હાલના અને નવા લોકેશન પર નવી ક્ષમતાઓ ઉમેરવાની તથા ઘટકોનું લોકલાઇઝેશન કરવાની યોજના સાથે ઇપેક ભારત સરકારની આત્મનિર્ભર ભારતની પહેલ અને મેક ઇન ઇન્ડિયાના એજેન્ડામાં પ્રદાન કરવા ઇચ્છે છે.
કંપનીએ રાજસ્થાનમાં ભીવડી નજીક ગ્રીનફિલ્ડ ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે, જે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કાર્યરત થાય એવી અપેક્ષા છે. કંપનીએ દક્ષિણ ભારતમાં પણ એક ગ્રીનફિલ્ડ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત કરવાની એની યોજના પણ જાહેર કરી છે, જે નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ત્રિમાસિક ગાળા સુધીમાં કાર્યરત થાય એવી અપેક્ષા છે.
ઇપેક ડ્યુરેબલ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન બી એલ બોથરાએ કહ્યું હતું કે,“ઇપેકએ RAC & SHA ODMસ્પેસમાં ઊભા કરેલા મહત્વપૂર્ણ સ્થાન સાથે અમે ખુશ છીએ. અમે હાલના અને નવા ગ્રાહકો સાથે અમારા સંબંધોને ગાઢ બનાવીને તથા તેમને બહોળા ઉત્પાદનો પૂરાં પાડીને ખુશ છીએ. અમને વધારે મજબૂત વ્યવસાય ઊભો કરવામાં મદદરૂપ થવા નોંધપાત્ર ક્ષમતા લાવવા આઇસીઆઇસીઆઈ વેન્ચર સાથે જોડાણ કરવાની ખુશી છે.”
આ સફળતા પર ઇપેક ડ્યુરેબલ પ્રાઇવેટ લિમિટેડના પ્રમોટર ડાયરેક્ટર સંજય સિંધાનિયાએ કહ્યું હતું કે, “ભારતમાં RACની પહોંચ ફક્ત 7થી 8 ટકા ઘર પૂરતી મર્યાદિત છે. છેલ્લાં બે દાયકામાં ઇપેકએ રુમ એર કન્ડિશનર્સ અને સ્મોલ હોમ એપ્લાયન્સિસનું ઉત્પાદન કરવા નિર્માણક્ષમતા ઊભી કરી છે.
અમે તમામ મુખ્ય બ્રાન્ડ્સ સાથે મજબૂત વ્યવસાયિક સંબંધ ઊભા કર્યા છે. નવી મૂડી અમને ઉત્પાદન તથા સંશોધન અને વિકાસ ક્ષમતાઓ વધારવામાં તથા આગામી 4થી 5 વર્ષમાં વધારે બજારોહિસ્સો મેળવવામાં મદદરૂપ થશે.”
આઇસીઆઇસીઆઈ વેન્ચર ફંડ્સ મેનેજમેન્ટ કંપની લિમિટેડના એમડી અને સીઇઓ પુનીત નંદાએ કહ્યું હતું કે, “આઇસીઆઇસીઆઈ વેન્ચરને ભારતીય ઉદ્યોગસાહસિકોનું પીઠબળ અને ભારતમાં ઉત્પાદન ઉદ્યોગની વૃદ્ધિનો ટેકો છે. ઇપેક ડ્યુરેબલમાં તાજેતરમાં રોકાણ એ જ ફિલોસોફી સાથે સુસંગત છે અને ભારત સરકારના આત્મનિર્ભર ભારતના વિઝનમાં સીધું પ્રદાન કરે છે.
છેલ્લાં થોડાં વર્ષોમાં ઇપેકએ પોતાને સંશોધન અને ગુણવત્તામાં રોકાણ સાથે રુમ એર કન્ડિશનર્સ અને અન્ય હોમ એપ્લાયન્સિસ ઉત્પાદનોની પ્રસિદ્ધ ઉત્પાદક તરીકે પોતાને સ્થાપિત કરી છે, જે તેમને તેમના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરવાની સુવિધા આપે છે. અમે ઇપેક ડ્યુરેબલના પ્રમોટર્સ અને મેનેજમેન્ટ ટીમ સાથે જોડાણ કરીને ખુશ છીએ તથા તેમની વૃદ્ધિની સફરમાં કામ કરવા આતુર છીએ.”