Western Times News

Gujarati News

EPF, NPS ઉપર પણ ટેક્સ લાગુ થશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર તરફથી વર્ષ ૨૦૨૦ માટેનું બજેટ રજુ કરવામાં આવ્યા બાદ આમાં મુલ્યાંકન પ્રવૃતિ ચાલી રહી છે. કેન્દ્ર સરકારે બજેટમાં એક મોટી જાહેરાત કરી છે. જેની અસર હાઈ સેલરીવાળા કર્મચારીઓ પર પડનાર છે. નાણાંમંત્રી નિર્મલા સીતારામનના પ્રસ્તાવ મુજબ ત્રણ મુડીરોકાણની સ્કીમો ઈપીએફ, નેશનલ પેન્શન સ્કીમ અને રિટાયમેન્ટ ફંડ હવે ટેક્સની હદમાં આવશે. કારણ કે તેમાં રોકાણની મર્યાદાને ૭.૫ લાખ રૂપિયાની મહત્તમ મર્યાદા કરી દેવામાં આવી છે.

બજેટમાં નાણાંમંત્રી દ્વારા કરવામાં આવેલા પ્રસ્તાવ પહેલી એપ્રિલ ૨૦૨૧થી અમલી ગણાશે. આ પ્રસ્તાવની ઓછા પગારદાર વર્ગ ઉપર કોઈ અસર થશે નહીં પરંતુ ઉચા પગારદાર લોકોને અસર થશે. હાઈસેલરીવાળા લોકોને પીએફમાં પણ ટેક્સની ચુકવણી કરવાની રહેશે. પહેલી એપ્રિલ ૨૦૨૧થી એનપીએસ, રિટાયમેન્ટ ફંડ અને પીએફમાં એક વર્ષમાં કુલ રોકાણની મર્યાદા ૭.૫ લાખ રૂપિયા રહેશે.

જા તેના ઉપર રોકાણ કરવામાં આવે છે તો વ્યાજ અને લાભની રકમ કરવેરા પાત્ર રહેશે આનાથી મોટો ફટકો પડી શકે છે. બજેટમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવી ચુક્યા છે. હજુ સુધી કંપનીઓ દ્વારા પીએફ અને એનપીએસમાં હિસ્સાને ટેક્સ ફ્રી રાખવામાં આવે છે. ઉપરની કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. જે લોકોના પગાર ઓછા છે તેના ઉપર આ પ્રસ્તાવની કોઈ અસર થશે નહીં પરંતુ ઉચો પગાર મેળવનાર ઉપર સીધી અસર થશે.

અત્રે નોંધનીય છે કે, શનિવારના દિવસે બજેટ રજુ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારામને શનિવારના દિવસે પોતાનું બીજુ બજેટ રજૂ કર્યું હતું. નાણામંત્રીએ પોણા ત્રણ કકલાક સુધી પોતાનું બજેટ ભાષણ આપ્યું હતું જેમાં શરતોની સાથે ટેક્સ સ્લેબમાં મોટા ફેરફાર કર્યા હતા. હવે કરવામાં આવેલા ફેરફાર મુજબ પાંચથી ૭.૫ સુધીની આવકવાળા લોકોને ૧૦ ટકા ટેક્સ રહેશે જ્યારે ૭.૫ લાખથી ૧૦ લાખ સુધીની જે લોકોની આવક છે તેમને ૧૫ ટકા ટેક્સ લાગૂ થશે.

૧૦ લાખથી લઇને ૧૦.૫ લાખ સુધીની આવકવાળા લોકોને ૨૦ ટકા ટેક્સ આપવાની જરૂર રહેશે. ૧૨થી ૧૫ લાખ સુધીની આવકવાળા લોકોને ૨૫ ટકા ટેક્સ આપવાની જરૂર રહેશે. પાંચ લાખ સુધીની આવકવાળા લોકોને કોઇ ટેક્સ લાગૂ પડશે નહીં. નાણામંત્રીએ બજેટ ભાષણ વેળા આ મુજબની મોટી જાહેરાતો કરી હતી. પીએફ ઉપર ટેક્સને લઈને નારાજગી રહે તેવી શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.