Western Times News

Gujarati News

EPFOએ ઉચ્ચ વેતન પર પેન્શન માટે વેતન વિગતો વગેરે અપલોડ કરવા માટે 31 જાન્યુઆરી 2025 સુધી અંતિમ તક આપે છે

એમ્પ્લોયર્સને 15 જાન્યુઆરી 2025 સુધીમાં 4.66 લાખ કેસોમાં જવાબ સબમિટ કરવા/માહિતી અપડેટ કરવાનો પણ અનુરોધ કરાયો છે, જ્યાં EPFO દ્વારા સ્પષ્ટતા માંગવામાં આવી છે

PIB Ahmedabad,  EPFO ​​દ્વારા ઉચ્ચ વેતન પર પેન્શન માટે વિકલ્પો/સંયુક્ત વિકલ્પોની માન્યતા માટેની અરજીઓ સબમિટ કરવા માટે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ સુવિધા માનનીય સુપ્રીમ કોર્ટના તારીખ 04.11.2022ના આદેશના પાલનમાં પાત્ર પેન્શનરો/સભ્યો માટે હતી. આ સુવિધા 26.02.2023ના રોજ શરૂ કરવામાં આવી હતી અને તે માત્ર 03.05.2023 સુધી જ ઉપલબ્ધ રહેવાની હતી. જો કે, કર્મચારીઓની રજૂઆતોને ધ્યાનમાં રાખીને અરજી દાખલ કરવા માટે પાત્ર પેન્શનરો/સભ્યોને સંપૂર્ણ ચાર મહિનાનો સમય આપવા માટે સમય મર્યાદા 26.06.2023 સુધી લંબાવવામાં આવી હતી.

માત્ર પેન્શનરો/સભ્યોને આવતી કોઈપણ મુશ્કેલીને દૂર કરવા માટે 15 દિવસની છેલ્લી તક આપવામાં આવી હતી. તદનુસાર, કર્મચારીઓ દ્વારા વિકલ્પ/સંયુક્ત વિકલ્પોની માન્યતા માટેની અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 11.07.2023 સુધી લંબાવવામાં આવી હતી અને પેન્શનરો/સભ્યો પાસેથી 11.07.2023 સુધી વિકલ્પ/સંયુક્ત વિકલ્પોની માન્યતા માટે કુલ 17.49 લાખ અરજીઓ પ્રાપ્ત થઈ હતી.

એમ્પ્લોયરો અને એમ્પ્લોયર્સ એસોસિએશન તરફથી મળેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને, જેમાં અરજદાર પેન્શનરો/સભ્યોની વેતન વિગતો અપલોડ કરવા માટેનો સમયગાળો વધારવાની વિનંતી કરવામાં આવી હતી, નોકરીદાતાઓને વેતન વિગતો વગેરે ઓનલાઈન સબમિટ કરવા માટે 30.09.2023 સુધી પછી 31.12.2023 અને ત્યારબાદ 31.05.2024 સુધી બહુવિધ તકો આપવામાં આવી હતી કે જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે નોકરીદાતાઓ આવેદનો પર કાર્યવાહી કરવામાં સક્ષમ છે.

આટલા બધા વિસ્તરણો છતાં, એવું જોવામાં આવ્યું છે કે વિકલ્પો/સંયુક્ત વિકલ્પોની માન્યતા માટેની 3.1 લાખથી વધુ અરજીઓ નોકરીદાતાઓ પાસે હજુ પણ પેન્ડિંગ છે. એમ્પ્લોયરો અને એમ્પ્લોયર્સ એસોસિએશન તરફથી ઘણી રજૂઆતો પણ પ્રાપ્ત થઈ છે જેમાં અરજદાર પેન્શનરો/સભ્યોની વેતન વિગતો અપલોડ કરવા માટે વધુ સમયગાળો વધારવા વિનંતી કરવામાં આવી છે.

તેથી, નોકરીદાતાઓને 31.01.2025 સુધી અંતિમ તક આપવામાં આવી રહી છે કે જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે નોકરીદાતાઓને વિકલ્પ/સંયુક્ત વિકલ્પોની માન્યતા માટે આ પેન્ડિંગ અરજીઓને સંશોધિત અને અપલોડ કરે.

એમ્પ્લોયર્સને એવો પણ અનુરોધ કરવામાં આવ્યો છે કે 15.01.2025 સુધી 4.66 લાખથી વધુ કેસોમાં જવાબ સબમિટ કરે/માહિતીને અપડેટ કરે,  જ્યાં EPFO તે અરજીઓના સંદર્ભમાં વધારાની માહિતી/સ્પષ્ટતા માંગી છે જે EPFO ​​દ્વારા પ્રાપ્ત થયેલી અને તપાસવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.