Western Times News

Gujarati News

EPFOના આ નિયમોમાં ફેરફારને કારણે લાખો ખાતાધારકોને લાભ મળશે

(એજન્સી)નવી દિલ્હી, જો તમે કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરતાં હોવ તો, નવા વર્ષમાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈપીએફઓ તમારા હિતમાં તેના નિયમોમાં કેટલાક ફેરફાર કરવા જઈ રહ્યું છે, જે તમારે જાણવા જરુરી છે.

હકીકતમાં કર્મચારીઓની હિતમાં ઈપીએફઓદ્વારા કેટલાક નિયયોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. આ ફેરફારોનો હેતુ પીએફ ખાતાધારકોને તેમના પેન્શન ફંડનો વધુ સારી રીતે ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

પીએફ નિયમોમાં કરવામાં આવેલા ફેરફારોમાં કર્મચારીઓને નિવૃત્તિ પછી તેમની પેન્શનની રકમ માટે ઘણા દિવસો સુધી રાહ નહીં જોવી પડે. ઈપીએફઓ દ્વારા તમામ ખાતાધારકોને એટીએમ કાર્ડ આપશે. જેમ તમે એટીએમ કાર્ડની મદદથી બેંકમાંથી પૈસા ઉપાડો છો, તેવી જ રીતે તમે એટીએમ કાર્ડની મદદથી કોઈપણ એટીએમમાં જઈને બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકશો. આ સુવિધા ૨૦૨૫થી ચાલુ થઈ જશે.

હાલમાં કર્મચારીઓ તેમના મૂળ પગારના ૧૨ ટકા પીએફ ખાતામાં ફાળો આપે છે. પરંતુ હાલમાં એક નિયમ પ્રમાણે પીએફ ખાતામાં દર મહિને ૧૫ હજાર રૂપિયાથી વધુ રકમ પીએફ ખાતામાં ન થવી જોઈએ. પરંતુ નવા ફેરફાર હેઠળ આ મહત્તમ મર્યાદા દૂર કરવામાં આવી છે. સરકાર કર્મચારીઓના મૂળ પગારના બદલે વાસ્તવિક પગારના આધારે પીએફમાં યોગદાન નક્કી કરવા જઈ રહી છે.

તેના અમલ પછી કર્મચારીઓ રિટાયરમેન્ટ સમયે મોટી રકમ જમા કરી શકશે. અને તેના બદલે તેમને વધુ પેન્શન પણ મળી શકશે. ઈપીએફઓ તેના આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ અપગ્રેડ કરવા જઈ રહ્યું છે. ત્યાર બાદ મોટાભાગના કામ માનવીય હસ્તક્ષેપ વિના આૅનલાઇન સંભવ બની શકશે. એટલ કે ખાતાધારકોનો ટાઈમ બચશે અને કામ ઝડપી બનશે.

ઇપીએફઓ ઇÂક્વટીમાં રોકાણની કેટલીક નવી શક્યતાઓ પર પણ વિચારણા ચાલી રહી છે. તે પછી પીએફ ખાતાધારકો એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્‌સ સિવાય ઇÂક્વટીમાં પણ રોકાણ કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.