વિરપુર બસ સ્ટેન્ડની પાછળના ભાગે ગંદકીથી રોગચાળાની દહેશત
(પ્રતિનિધિ) વિરપુર, વિરપુર બસ સ્ટેન્ડ પારાવાર ગંદકીથી ખદબદી ઉઠ્યું છે સફાઈના અભાવે આ બસ સ્ટેન્ડની હાલત નરકાગાર સમાનબની ચુકી છે વિરપુર બસસ્ટેન્ડ પાછળના ભાગે ગંદકીનો સ્વચ્છતા અભિયાનનો ઉત્તમ નમુનો બન્યો છે.
દિવસ દરમ્યાન વિરપુર બસસ્ટેન્ડ સહિત આસપાસમાં આવેલા ખાણી પીંણીની હોટલ અને દુકાનોમાં દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં મુસાફર જનતાની અવર જવર રહેતી હોય છે ત્યારે બસસ્ટેન્ડ પાછળના ભાગમાં ગંદકી અને કચરાથી ઉભરાતા મુસાફર જનતાના આરોગ્ય સામે ખતરો ઉભો થવાની સાથે રોગચાળો ફેલાવાની દહેશત વ્યકત કરાઈ રહી છે બસ સ્ટેન્ડ પાછળના ભાગે ગંદકીના ઢગ થઈ ગયા છે શૌચાલય હોવા છતાં લોકો જાહેર જગ્યાએ શૌચક્રિયા કરે છે તેમજ સ્થાનિક લોકો વેસ્ટ નાખી જાય છે અને આ વિસ્તારની સફાઈ ના થતા કચરાના ઢગ ખડકાઈ જતા સ્થાનિક વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આ મામલે વારંવાર એસટી વિભાગને રજુઆત કરવા છતાં પણ સફાઈ કરવામાં આવતી નથી જાકે ગંદકીના કારણે આ વિસ્તારમાં રોગચાળો પણ ફેલાવાનો ભય સ્થાનિક વેપારીઓ સેવી રહ્યા છે બસ સ્ટેન્ડ પાછળના ભાગે ગંદકીને દુર કરવામાં આવે તેવી સ્થાનિકોની પ્રબળ માંગ ઉઠી છે.