ઇક્વિરસે અનેક સકારાત્મક પરિબળોને જોતા વેદાંતાની ટાર્ગેટ પ્રાઇસ રૂ. 560 રાખી
- ઇક્વિરસે વેદાંતા લિમિટિડ પર “બાય” રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યું
- એકીકરણ, વિસ્તરણ અને ડિમર્જર દ્વારા વેદાંતા વૃદ્ધિ અને મૂલ્ય સર્જન તરફ આગળ વધી રહી હોવાની વાત પર ભાર મુક્યો.
- વિસ્તરણની પહેલોથી વીઈડીએલ લાંબાગાળાની ખર્ચ કાર્યક્ષમતા અને સુધરેલી એબિટા માર્જીનની સ્થિતિમાં આવશે.
- ડિમર્જર વેદાંતાના સમગ્ર પોર્ટફોલિયોમાં ટકાઉ અને લાંબગાળાની વૃદ્ધિનો માર્ગ મોકળો કરશે.
ઇક્વિરસ વેલ્થે વેદાંતા લિમિટેડ માટે રૂ. 560ની ટાર્ગેટ પ્રાઇઝ મુકી છે, જે 05 ડિસેમ્બરે કંપનીના રૂ. 472.50ના બંધ ભાવ પર સંભવિત 18%નો વધારો સૂચવે છે. તેણે બાય રેટિંગ સાથે વેદાંતાનું કવરેજ શરૂ કર્યું છે.
સંસ્થાએ તેના અહેવાલમાં નોંધ્યું છે કે, એકીકરણ, વિસ્તરણ અને ડિમર્જર દ્વારા વેદાંતા વૃદ્ધિ અને મૂલ્ય સર્જન તરફ આગળ વધી રહી છે. “વેદાંતા વર્ટિકલ એકીકરણ, વિસ્તરણ ક્ષમતાઓ અને ઉચ્ચ મૂલ્ય-વર્ધિત પ્રોડક્ટ્સ (VAP)ના સમન્વય દ્વારા વૃદ્ધિની પરિવર્તનકારી વ્યૂહરચનાનો અમલ કરી રહી છે, જેનાથી આગળ જતા વેપારની વૃદ્ધિ અને એબિટા માર્જિન વધવાની અપેક્ષા રાખી શકાય છે,” એમ ઇક્વિરસે તેના અહેવાલમાં જણાવ્યું હતું.
સંસ્થાએ વેદાંતાની ચાલી રહેલી વિસ્તરણ યોજનાઓ અને વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સમાં રોકાણ પર વિશેષ ભાર મુક્યો છે. તેણે નોંધ્યું છે કે કંપનીની 9 MTPA સિજીમાલી બોક્સાઇટ ખાણમાં પ્રગતિ સારી રહી છે, અને નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિકગાળામાં (Q3 FY25) પ્રારંભિક ઉત્પાદન શરૂ થઈ શકે છે. બોક્સાઇટ ખાણ તેમજ કોલસાની કેપ્ટિવ ખાણોના વિસ્તરણથી વેદાંતા ઓછા ખર્ચે કાચો માલ મેળવવામાં સક્ષમ બનશે, જે તેને બાહ્ય સપ્લાયરો પરની નિર્ભરતા ઘટાડવામાં નોંધપાત્ર રીતે મદદ કરશે, એમ ઇક્વિરસે તેના અહેવાલમાં જણાવ્યું હતું.
આયોજિત વિસ્તરણમાં વેદાંતાના રોકાણોથી કંપનીની એબિટા વૃદ્ધિને ફાયદો થવાની અપેક્ષા છે. ઇક્વિરસ મુજબ, આયોજિત વિસ્તરણના સફળ સંચાલન પછી વેદાંતાની એબિટા પ્રતિ ટન કુલ 900-1,000 ડૉલર સુધી વધવાનો અંદાજ છે. આનાથી એલ્યુમિનિયમ સેગમેન્ટમાંથી વાર્ષિક એબિટા નાણાંકીય વર્ષ 2024 (FY24)માં 1.2 અબજ ડૉલરથી વધીને 4 અબજ ડૉલર થવાનો અંદાજ છે.
આ પ્રકારની પહેલ વેદાંતાને લાંબો સમય ખર્ચ કાર્યક્ષમતા જાળવી રાખવામાં અને ઊંચી એબિટા માર્જિનની સ્થિતિમાં લાવીને મુકશે, જેનાથી તે મંદીના ચક્રોમાં વધુ અસરકારક રીતે માર્ગ કાઢી શકશે અને નાણાંકીય વર્ષ 2030 (FY30) સુધીમાં ટોચના સ્તરના વૈશ્વિક એલ્યુમિનિયમ ઉત્પાદક તરીકે તેની સ્થિતિ મજબૂત કરી શકશે, એમ કંપનીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું.
ઇક્વિરસે જણાવ્યું હતું કે ચાલુ ડિમર્જરથી કંપનીને કોમોડિટીવાર વેપારની તકોને ધ્યાનમાં રાખીને અને બિઝનેસ ફંડામેન્ટલ્સના આધારે રોકાણ કરવાની છુટ આપશે, જેનાથી કંપનીનું ફરીથી રેટિંગ થઈ શકે છે.
“એનસીએલટીની મંજૂરી માર્ચ 2025માં અપેક્ષિત છે. તેમાં મોટા ભાગના હિતધારકોની સંમતિ હોવાથી હવે તેની પ્રક્રિયા જ બાકી છે. ડીમર્જરથી વેદાંતાના પોર્ટફોલિયોમાં ટકાઉ અને લાંબાગાળાની વૃદ્ધિનો માર્ગ મોકળો થશે, જેનાથી શેરધારકોને વધારે મૂલ્ય મળશે અને સેક્ટરવિશેષ મૂડીરોકાણ આકર્ષી શકાશે,” તેમ કંપનીએ અહેવાલમાં જણાવ્યું હતું.
પાછલા ત્રણ મહિનામાં વેદાંતાના ક્રેડિટ રેટિંગમાં બે સંસ્થાઓએ સુધારો કર્યો છે. ક્રિસિલે વેદાંતાનું લાંબાગાળાની બેન્ક લોન અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સનું રેટિંગ ‘AA-’થી સુધારીને ‘AA’ કર્યું છે, જ્યારે ટૂંકાગાળાનું રેટિંગ A1+ પ્લસ જાળવી રાખ્યું છે. અન્ય એક ક્રેડિટ એજન્સી ઇક્રાએ કંપનીની ઋણની સુધરેલી સ્થિતિના કારણે સપ્ટેમ્બરમાં વેદાંતાનું લાંબાગાળાનું રેટિંગ AA-થી સુધારીને AA કર્યું છે.