એરિસ લાઇફસાયન્સિસે એક્ઝિ. ડિરેક્ટર અને COO તરીકે વી ક્રિશ્નાકુમારની નિયુક્તિ કરી
મુંબઇ, ભારતીય ફાર્માસ્યુટિકલ સેક્ટરની અગ્રણી કંપની એરિસ લાઇફસાયન્સિસ (BSE: 540596)એ 18 નવેમ્બર 2020થી અમલી બને તે રીતે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO)તરીકે શ્રી વી ક્રિશ્નાકુમાર (“KK”) ની નિયુક્તિ કરી છે. એરિસમાં જોડાતા પહેલાં કેકે નવ વર્ષથી પણ વધુ સમય સુધી EY ઇન્ડિયામાં કોર્પોરેટ ફાઇનાન્સ પાર્ટનર હતા.
કેકે કોર્પોરેટ ફાઇનાન્સ, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અને મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ક્ષેત્રમાં 22થી વધુ વર્ષનો અનુભવ ધરાવે છે. EY અને એવેન્ડસ કેપિટલમાં કોર્પોરેટ ફાઇનાન્સમાં 12 વર્ષની કારકીર્દી દરમિયાન કેકેએ કેટલાંક વિશેષ M&A અને પ્રાઇવેટ ઇક્વિટી સોદાઓ પુરા કર્યા હતા. એ પહેલાં તેઓ પિરામલ હેલ્થકેર ખાતે પ્રેસિડન્ટ (સ્ટ્રેટેજી) હતા,
જ્યાં તેઓ પિરામલના ઇન્ટરનેશનલ બિઝનેસના સ્ટાર્ટઅપ ટીમ મેમ્બર હતા. કેકેએ મેકિન્સી એન્ડ કંપનીમાં મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કારકીર્દિનો પ્રારંભ કર્યો હતો, જ્યાં તેમણે વિવિધ સેક્ટરના ક્લાયન્ટ્સને સ્ટ્રેટેજી, ઓપરેશન્સ અને ઓર્ગેનાઇઝેશન સંબંધિત મુદ્દાઓ પર સલાહ આપી હતી. કેકે આઇઆઇએમ કોલકતાના ભુતપુર્વ વિદ્યાર્થી છે અને તેમણે VJTI, મુંબઇ ખાતેથી કમ્પ્યુટર ટેકનોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
ક્રિશ્નાકુમારનું સ્વાગત કરતા એરિસ લાઇફસાયન્સિસના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અમિત બક્ષીએ જણાવ્યું હતું કે, “અમારી સિનિયર લીડરશીપ ટીમમાં વી ક્રિશ્નાકુમાર જોડાતા અમે ખુશી અનુભવીએ છીએ. અમે હવે વૃધ્ધિના આગામી તબક્કા માટે સજ્જ બની રહ્યા છે. કેકે જોડાતાં અમને અમારી ટીમને મજબુત કરવામાં મદદ મળશે અને આ મુસાફરીને વધારાની ગતિ મળશે. વૃધ્ધિને વેગવાન બનાવવા વ્યૂહ ઘડવામાં તેમની ભુમિકા અગત્યની રહેશે.”
પોતાની નિયુક્તિ અંગે એરિસ લાઇફસાયન્સિસના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી વી ક્રિશ્નાકુમારે જણાવ્યું હતું કે, એરિસ લાઇફસાયન્સિસનો હિસ્સો બનવા બદલ હું ખુબ ખુશ અને રોમાંચિત છું. ક્રોનિક ડ્રગ સેગમેન્ટમાં એરિસ અગ્રણી કંપનીઓમાંની એક છે અને ટુંકા સમય ગાળામાં કંપનીએ આકર્ષક વૃધ્ધિ નોંધાવી છે. હું નવી ઊંચાઇઓ સર કરવા ટીમ સાથે નજીકથી કામ કરવા આતુરતાથી રાહ જોવું છું