રોકાણકારોની મૂડીમાં રૂપિયા ૧૪.૩૨ લાખ કરોડનું ધોવાણ
નવી દિલ્હી, બ્લેક મન્ડેના વાતાવરણમાં રોકાણકારોની મૂડીમાં ચૂંટણી પરિણામ પછી એટલે કે સાત મહિનામાં સૌથી મોટું એક દિવસીય ૧૪.૩૨ લાખ કરોડનું ધોવાણ થયું હતું.
માર્કેટ કેપ ગબડીને ૪૧૦.૩૧ લાખ કરોડ રહ્યું હતું. બીએસઈ એસએમઇ આઇપીઓ આંક ૬,૭૦૩, સ્મોલ કેપ ૧૭૬૧ અને મિડ કેપ આંકમાં ૧૧૪૪ પોઇન્ટના ગાબડાં પડ્યા હતા.
ચીનની ડિપસિક સ્ટાર્ટઅપ સામેના વિરોધાભાસી અહેવાલો વચ્ચે નેસ્ડેક ફ્યુચર ૪ ટકા તૂટતા અને નિવેડિયાનો શેરમાં ૧૦ ટકાનો કડાકો બોલાતા સ્થાનિકમાં આઇટી શેરો તૂટતા આઇટી આંક ૩.૩ ટકા ઘટ્યો હતો. નિફ્ટી ૨૬૩.૦૫ પોઇન્ટ તૂટી ૨૨,૮૨૯.૧૫ની ૬ જુન ૨૦૨૪ પછીના સૌથી નીચલા સ્તરે ગબડી હતી. સેન્સેક્સ ૭૬,૦૦૦નું સ્તર તોડી ૮૨૪.૨૯ પોઇન્ટ ઘટી ૭૫,૩૬૬.૧૭ બંધ રહ્યો હતો.
એફપીઆઇએ સોમવારે ૫,૦૧૬ કરોડની વેચવાલી કરતાં જાન્યુઆરીમાં કુલ વેચવાલી ૭૦,૦૦૦ કરોડને પાર થઈ હતી.છેલ્લા ચાર મહિના દરમિયાન ટોચથી સેન્સેક્સ ૧૨.૫ ટકા, સ્મોલ કેપમાં ૧૭ ટકા અને મિડ કેપમાં ૧૬.૬ ટકાનો ઘટાડો આવ્યો છે.
બ્રોડબેઇઝ ધોરણે શેરબજાર નરમાઇમાંથી મંદીની વધુ નજીક પહોંચ્યું છે અને મોટા ભાગના બ્રોકરેજીસના અંદાજો નીચા રહેતાં નજીકના ભવિષ્યમાં રોકાણકારોને રાહત મળે તેવી શક્યતા ઓછી છે. હવે બજેટમાં કેવી જાહેરાતો આવે છે તેની પાછળ માર્કેટ કોન્સોલિટેડેટ થવાની આશા રાખી શકાય એમ શેરબ્રોકર દેવેન ચોકસીનું કહેવું હતું. લાર્જ કેપ કરતાં ફરી એકવાર સ્મોલ અને મિડ કેપ શેરોમાં વધુ ધોવાણ થયું છે.
કેટલાક શેરોના ભાવ તો માત્ર ચાર મહિનામાં અડધા થઈ ગયા છે. સેન્સેક્સમાં એચસીએલ ટેક સૌથી વધુ ૪.૬% તૂટ્યો હતો તો આઇસીઆઇસીઆઈ બેન્ક ૧.૫% સાથે સુધરવામાં મોખરે હતો. જ્યારે સેક્ટોરલમાં આઇટી ઉપરાંત ટેકનોલોજી, ટેલિકોમ્યુનિકેશન, મેટલ, ઓઇલ એન્ડ ગેસ, સીપીએસઈ આંક ૩ ટકાથી ૪% તૂટ્યા હતા.
માર્કેટ બ્રેડથ અંત્યત ખરાબ રહેતાં દરેક છ ઘટનાર શેરો સામે એક વધનાર શેરની સ્થિતિ હતી. વર્ષના તળિયે પણ છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ ૪૯૪ શેરો ગબડ્યા હતા. એનએસઇમાં ઉપલી સર્કિટે ૨૯ શેરો સામે ૪૨૪ નીચલી સર્કિટે ગબડી હતી.SS1MS