ESDS સોફ્ટવેરએ IPO માટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ : ક્લાઉડ સર્વિસીસ એન્ડ ડેટ સેન્ટર કંપની ઈએસડીએસ સોફ્ટવેરએ આઈપીઓ મારફતે ફંડ ઊભું કરવા સીક્યોરિટીઝસ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયામાં એનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ ફાઇલ કર્યું હતું.
બજારના સૂત્રોના જણાવ્યા મુજબ, તેઓ RS. 1200થી RS. 1300 કરોડ વચ્ચે ફંડ ઊભું કરવાની અપેક્ષા ધરાવે છે. આઈપીઓમાં RS. 322 કરોડના ફ્રેશ ઇશ્યૂ તથા રોકાણકાર શેરધારકો અને પ્રમોટર ગ્રૂપ શેરધારકો દ્વારા 21.53 મિલિયનના ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર (ઓએફએસ) સામેલ છે.
ઓએફએસમાં જીઈએફ ઇએસડીએસ પાર્ટનર્સ એલએલસી દ્વારા 4.23 મિલિયન શેર, સાઉથ એશિયા ગ્રોથ ફંડ 2, એલપી દ્વારા 16.86 મિલિયન, સાઉથ એશિયા ઇબીટી ટ્રસ્ટ (પ્રમોટર્સ વચ્ચે એના ટ્રસ્ટી ઓર્બિસ ટ્રસ્ટીશિપ સર્વિસીસ પ્રાઇવેટ દ્વારા કામ કરીને) દ્વારા 34,000 ઇક્વિટી શેર, સલરા પ્રકાશચંદ્ર સોમાણી દ્વારા 4 લાખ ઇક્વિટી શેર સામેલ છે.
ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનાર ફંડનો ઉપયોગ એના ડેટા સેન્ટર્સ માટે ક્લાઉડ કમ્પ્યુટિંગ ઇક્વિટીની ખરીદી, લાંબા ગાળાની કાર્યકારી મૂડીની જરૂરિયાતો તેમજ સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો ઉપરાંત એની ટર્મ લોનમાંથી કેટલીકની પુનઃચુકવણી કે આગોતરી ચુકવણી માટે થશે.
વર્ષ 2005માં પિયૂષ સોમાણી દ્વારા સ્થાપિત ડિજિટલ પરિવર્તન પ્રેરક અને સક્ષમ કંપની અગ્રણી ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર્સમાં સામેલ છે અને એપીએસી, યુરોપ, મધ્ય પૂર્વ, અમેરિકા અને આફ્રિકામાં કાર્યરત છે. આ મેનેજ્ડ ક્લાઉટ સર્વિસીસ, ક્લાઉડ IaaS, SaaS તથા બીએફએસઆઈ,
હેલ્થકેર, એજ્યુકેશન, એનર્જી એન્ડ યુટિલિટીઝ, રિયલ એસ્ટેટ, આઈટી અને આઈટીઈએસ, કૃષિ, ઉત્પાદન, મનોરંજન અને મીડિયા, ઈ-કોમર્સ ક્ષેત્રોમાં કાર્યરત છે, જેમાં સરકારી કંપનીઓ સામેલ છે, તેમના ઈ-ગવર્નન્સને ટેકો આપે છે અને અન્ય પહેલો ઉપરાંત સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સને ચલાવે છે. એમાં સામેલ કેટલીક કંપનીઓ ટાટા કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસ, ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક, લાર્સન એન્ડ ટૂબ્રો ઇન્ફોટેક, ટેક મહિન્દ્રા, સિમ્ફની, સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઇન્ડિયા, એમઆઈડીસી વગેરે સામેલ છે.
એનો વિવિધતાસભર પોર્ટફોલિયો ગ્રાહકોની ક્લાઉડ સ્વીકાર્યતા માટે “વન-સ્ટોપ-શોપ” તરીકે પોઝિશન ધરાવે છે. તેમણે પે-પર-કન્ઝ્યુમ્પ્શન અને બેંકો માટે પે-પર-બ્રાન્ચ તથા ઈ-કોમર્સના ગ્રાહકો માટે પે-પર-ટ્રાન્ઝેક્શન જેવા વિવિધ ક્લાઉડ બિલિંગ મોડલ પ્રસ્તુત કર્યા છે.
ઉપરાંત ઈએસડીએસ ટેઇલર્ડ સમાધાનો પ્રદાન કરે છે અને ભારતીય કંપની તરીકે ઘણી સૌપ્રથમ સફળતા ધરાવે છે, જેમ કે એનું વર્ટિકલ ઓટો-સ્કેલિંગ પેટન્ટ, ક્લાઉડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોસ્ટિંગ સ્પેસમાં પેટન્ટ, ટિઅર 3 રેટેડ ડેટા સેન્ટર તથા 30 જૂન, 2021 સુધી સતત નવીનતા અને એની ક્લાઉડ સેવાઓને કસ્ટમાઇઝ કરવા 177 આરએન્ડટી એન્જિનીયર્સ ધરાવે છે.
નાણાકીય વર્ષ 2020-21માં એની કુલ આવક RS. 174.10 કરોડ હતી, જે વર્ષ અગાઉ RS. 160.53 કરોડ હતી. આ ગાળા માટે ઈબીઆઈટીડીએ RS. 63.81 કરોડ હતી, જે ગયા વર્ષે RS. 51.72 કરોડ હતી. ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ એક્સિસ કેપિટલ લિમિટેડ અને આઈઆઈએફએલ લિમિટેડ છે.