ઇશાએ ફિલ્મોમાં પ્રવેશતા પહેલા રાષ્ટ્રીય સ્તરે ઓળખ બનાવી
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા પોતાની હોટનેસ અને બોલ્ડ અદાઓથી ફેન્સના હોશ ઉડાવી દે છે. ઇશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એÂક્ટવ રહે છે અને અવારનવાર તેના ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જાવા મળે છે. ‘આશ્રમ’ એક્ટ્રેસ ઇશા ગુપ્તા આજે ૨૮ નવેમ્બરે પોતાનો બર્થડે સિલેબ્રેટ કરી રહી છે.
ઇશા ગુપ્તા ફિલ્મી કરિયરમાં આવતા પહેલા એક ખાસ ટાઇટલ જીતી ચૂકી છે. હાલમાં ઇશા ગુપ્તા ફિલ્મોથી દૂર છે, પરંતુ સોશિયલ મીડિયા પર તે ઘણી એÂક્ટવ છે. જ્યાં ઇશા પોતાની એવી હોટ તસવીરો શેર કરતી હોય છે કે તે મલાઇકા અરોરાને પણ ભારે પડે.
ઇશા ગુપ્તાએ ફિલ્મોમાં પ્રવેશતા પહેલા રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી હતી. ઇશા ગુપ્તાએ વર્ષ ૨૦૦૭માં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો અને ૨૦૦૭માં મિસ ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. તે જ સમયે, ૨૦૧૩માં ઇશા ગુપ્તાને વિશ્વની સૌથી સેક્સી ૧૦૦ મહિલાઓની યાદીમાં સામેલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત તેનું નામ ઘણી બ્યુટી લિસ્ટમાં પણ સામેલ હતું. તેણે ન્યૂકેસલ યુનિવર્સિટીમાંથી કાયદાની શિષ્યવૃત્તિ પણ લીધી છે. ઇશા ગુપ્તા પોતાની હોટ અને બોલ્ડ અદાઓને કારણે ઇન્સ્ટાગ્રામ પર ૧૭ મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. ઇશા ગુપ્તાનું ઇન્સ્ટાગ્રામ આવી સુપરહોટ તસવીરોથી ભરેલું પડ્યું છે. આ તસવીરો જાઇને તમે ભાન ભૂલી જશો. જા એકવાર ઇશા ગુપ્તાની આવી તસવીરો પર તમારી નજર પડી ગઇ તો પછી તે મગજમાંથી કાઢવી મુશ્કેલ છે.SS1MS