નુકસાન સહન કરવાની ઓછી ક્ષમતા ધરાવતા રોકાણકારો વધારે રકમનું જોખમ લે છે
ઇટી મનીના ‘ઇન્ડિયા ઇન્વેસ્ટર પર્સનાલિટી રિપોર્ટ 2022’માં રોકાણકારની માનસિકતાનો ચિતાર મેળવવામાં આવ્યો; રોકાણના વિશિષ્ટ અભિગમો અને પેટર્ન્સ વિશે ઉપયોગી જાણકારી આપવામાં આવી
નાણાકીય કુશળતા ધરાવતા રોકાણકારો SIPની સાથે બજારમાં વ્યૂહાત્મક લમ્પસમ રોકાણ કરે છે
નવી દિલ્હી, ભારતની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ એપ્સ અને સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતું ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી પ્લેટફોર્મ ઇટી મનીએ તાજેતરમાં “ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ પર્સનાલિટી રિપોર્ટ 2022” નામનો રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં લાખો રોકાણકારોના વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
આ રિપોર્ટમાં ઉપયોગી તારણો રોકાણકારના વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરીને મેળવવામાં આવ્યા છે, જે ચાર મુખ્ય માપદંડો – જોખમ ખેડવાની ક્ષમતા, નુકસાન ટાળવું, નાણાકીય કુશળતા અને વધારે પડતા આત્મવિશ્વાસનું સ્તર – પર રોકાણકારોનું મૂલ્યાંકન કરે છે તેમજ રોકાણકારની વિશિષ્ટ માનસિકતાનો ચિતાર રજૂ કરે છે.
મૂલ્યાંકન રોકાણકારને 8 વિશિષ્ટ વ્યક્તિત્વનો પરિચય કરાવે છે, જે રોકાણકારના પ્રકારોની નજીક છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, મોટા ભાગના ભારત રોકાણકારો સ્ટ્રેટેજાઇઝર્સ (35 ટકા) છે – આ પ્રકારના રોકાણકારો ગણતરીપૂર્વકના જોખમો લેવાની ઇચ્છા ધરાવે છે. ત્યારબાદ એક્સપ્લોરર્સ (31 ટકા) છે – આ પ્રકારના રોકાણકારો સ્માર્ટ હોય છે અને ક્યારેક વધુ પડતા આત્મવિશ્વાસમાં વધારે જોખમ ખેડે છે.
રોકાણકારના વ્યક્તિત્વના અન્ય પ્રકારો છે – પ્રોટેક્ટર, એનાલાઇઝર, સીકર, એડવેન્ચર, રિસર્ચર અને ઓબ્ઝર્વર – જે દેશના બાકીના 34 ટકા રોકાણકારો ધરાવે છે.
રિપોર્ટ મુજબ, ભારતીયો 52 વર્ષથી 81 વર્ષ વચ્ચેની રેન્જમાં જોખમ ખેડવાની સરેરાશ ક્ષમતા ધરાવે છે, જેનો અર્થ એ છે કે, તેઓ રોકાણ કરવામાં સારું અને સુવિધાજનક રોકાણ કરી શકે છે. જ્યારે ઊંચું જોખમ ખેડવાની ક્ષમતા લાંબા ગાળે સારું પરિણામ આપે છે,
ત્યારે રિપોર્ટ એવું પણ દર્શાવે છે કે, ઓછું જોખમ ખેડવાની ક્ષમતા ધરાવતા રોકાણકારો મોટા પાયે ઇક્વિટીઝમાં રોકાણ કરે છે, જે જોખમ ખેડવાની ક્ષમતાનો વિચાર કર્યો નથી એનો સંકેત આપે છે. રિપોર્ટ વધુમાં સંકેત આપે છે કે, મોટા ભાગના ભારતીયો નુકસાન ઉઠાવવાના સંબંધમાં ઓછું સુવિધાજનક સ્તર ધરાવે છે. છતાં તેઓ ઊંચું જોખમ લે છે, જે તેમને બજારની વધઘટ દરમિયાન અસુવિધાજનક બનાવે છે.
રસપ્રદ બાબત એ છે કે, રિપોર્ટ મુજબ, નાણાકીય બાબતોમાં કુશળતા ધરાવતા ભારતીય રોકાણકારો તેમની ચાલુ એસઆઇપી સાથે વ્યૂહાત્મક લમ્પસમ રોકાણ કરે છે, જે નાણાકીય બાબતોમાં ઓછી કુશળતા ધરાવતા રોકાણકારોના એસઆઇપીને વળગી રહેવાના અભિગમથી વિપરીત છે. ઉપરાંત સકારાત્મક પક્ષે મહિલા રોકાણકારો વધુ સંગઠિત અને સુઆયોજિત હોવાનું જોવા મળ્યું છે, જે પુરુષોની સરખામણીમાં તેમની સ્ટ્રેટેજાઇઝર્સ અને રિસર્ચર્સ જેવા ઊંચા વ્યક્તિત્વમાં જોવા મળે છે.
આ એક્સક્લૂઝિવ રિપોર્ટ જાહેર થવા પર ટિપ્પણી કરતાં ઇટી મનીના સ્થાપક અને સીઇઓ મુકેશ કાલરાએ કહ્યું હતું કે, “તમારા રોકાણના પૂર્વગ્રહો તમારાં નાણામાં કેવી રીતે વૃદ્ધિ થશે એના પર અસર કરે છે. આ પૂર્વગ્રહોથી પરિચિત હોવાથી તમને રોકાણના સ્માર્ટ નિર્ણયો લેવામાં મદદ મળી શકે છે. ‘
ઇટી મની ઇન્વેસ્ટર પર્સનાલિટી રિપોર્ટ 2022’ આપણને રિયલ-ટાઇમ સ્થિતિસંજોગોનો વિચાર કરવામાં મદદરૂપ થાય છે, એટલે કે ભારતીય રોકાણકારો તેમની જોખમ ખેડવાની ક્ષમતાનો વિચાર કર્યા વિના વળતરની પાછળ આંધળી દોટ મૂકે છે. તમારા વિચારોનું વર્ગીકરણ કરીને અને તમને રોકાણનો નિર્ણય લેવા કયા પરિબળો પ્રેરિત કરે છે એનો વિચાર કરીને શ્રેષ્ઠ નિર્ણયો લેવાની શરૂઆત કરો.
આ એક મુખ્ય કારણ છે, જેના કારણે અમારી ફ્લેગશિપ ઓફર ઇટી મની જિનિયસ સૌપ્રથમ યુઝર્સના વ્યક્તિત્વના પ્રકારને સમજે છે અને પછી પોર્ટફોલિયોની ભલામણ કરે છે, જે તેમની જોખમ ખેડવાની ક્ષમતાને અનુરૂપ હોય છે. રિપોર્ટ દર્શાવે છે કે, ભારતીયો વચ્ચે રોકાણ સંબંધિત નિર્ણયો ઊંચા વળતર અને બજારની તેજીથી પ્રેરિત હોય છે તથા આ બહોળા અભિગમને અટકાવવાની જરૂર છે. આ કેસમાં એક મેમ્બરશિપ સર્વિસ ઇટી મની જિનિયસ રોકાણકારોને તેમના રોકાણના ઉદ્દેશો સમજવામાં અને પોર્ટફોલિયો બનાવવામાં મદદરૂપ થઈ શકે છે, જે અતિ અસરકારક છે.”