ચારતોડા કબ્રસ્તાન સફાઈ અભિયાનના ઉપક્રમે “ઈતિહાદે મિલ્લત કોન્ફરન્સ” યોજાઈ

અમદાવાદ, અમદાવાદ શહેરના રખિયાલ મચ્છી માર્કેટ પરિસરમાં ચારતોડા કબ્રસ્તાન સફાઈ અભિયાનના ઉપક્રમે “ઈતિહાદે મિલ્લત કોન્ફરન્સ” નો ભવ્ય કાર્યક્રમ મુખ્ય વક્તા તરીકે મૌલાના ઉબેદુલ્લાહખાન આઝમ (પૂર્વ સાંસદ) અને કારી અહેમદ અલી ફલાહી તથા અન્ય મહાનુભાવો દ્વારા મંચ પર વિશેષ માનવ સાંકળ રચી એકતાની મિશાલ રચતા ખૂબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત માનવ મહેરામણ
દ્વારા તાળીઓના ગડગડાટથી વધાવતાં પોતાની આગવી ઢબે સંબોધન કરી વિશેષ કબ્રસ્તાનમાં ધાર્મિક નિયમ પ્રમાણે વસવાટ અને કોમર્શીયલ એકમો તથા અન્ય સામાજીક દુષણો કરી ના શકાય અને જે લોકો વસવાટ કરી રહ્યાં છે તે પાપના ભાગીદાર છે તેમ જણાવી વહેલી તકે તમામ કબ્રસ્તાનોમાં જે લોકો વસવાટ કરી રહ્યાં છે તે તમામ લોકોને કુરાન અને હદીશના ઉદાહરણ આપી સત્વરે કબ્રસ્તાન ખાલી કરી દેવા અપીલ કરી હતી.
ઉક્ત કાર્યક્રમમાં ખાસ મુસ્લીમ સમાજના વિવિધ પંથોના સંતો (ઉલેમાઓ) મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. જ્યારે બાપુનગરના ધારાસભ્યશ્રી યુસુફભાઈ કડપા, ચેરમેન સેન્ટ્રલ ઈદેમિલાદુન્નબી કમીટી તથા કાઉન્સીલર બહેરામપુરા તસલીમઆલમ તિરમીઝી વિશેષ ઉપસ્થિત રહી સભાને શોભાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મૌલાના ગુલામ સૈયદ અને મૌલાના હબીબ સાહેબે કર્યું હતું.
જ્યારે સ્વાગત પ્રવચન સંસ્થાના ચેરમેન સ્રી અલ્તાફખાન પઠાણ તથા આભારવિધી ગોમતીપુરના કાઉન્સીલર શ્રી ઈકબાલ શેખે કરી હતી. અને ઉપસ્થિત તમામ મહેમાનોને શાહી ઝુલ્તા મિનારાની પ્રતિકૃતિ તથા શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં કમીટીના સભ્યો સુલેમાન પટેલે, પૂર્વ કોર્પાેરેટર ઈશ્હાક શેખ, કાઉન્સીલર ઝુલ્ફીખાન પઠાણ, મહંમદઅલી રાઠોડ, ગુલાબખાન પઠાણ,
નબીઉલ્લા, અમદજભાઈ, શકીલ રાજપુત, કાસમભાઈ, કલામ શેખ, ઈમરાનખાન, અસરફખાન, શેરૂભાઈ, રફીકભાઈ ગદ્દી, નૌમાન રાજપુત, ફરીદ શેખ, જમીલખાન, તન્વીર રાજપુત, યુસુફખાન, ઈસ્તીયાક અન્શારી, મોહસીન અહેમદ, ઈસ્તેખાર રાજપુત, મહંમદ તલહા, વિગેરે ખૂબજ જહેમત ઉપાડી સફળ બનાવ્યો હતો.