યુરોકિડ્સે સમર ક્લબ 2025 શરૂ કરી,

પ્રત્યક્ષ ખોજ અને અર્થપૂર્ણ શિક્ષણ થકી બાળકોને પ્રેરણા આપે છે
મુંબઈ, ભારતના અગ્રણી પ્રીસ્કૂલ નેટવર્ક યુરોકિડ્સ પ્રીસ્કૂલે યુરોકિડ્સ સમર ક્લબ 2025ના લોન્ચની જાહેરાત કરી છે. આ નવીનતમ અને કાળજીપૂર્વક તૈયાર કરાયેલો સમર પ્રોગ્રામ અર્થપૂર્ણ શિક્ષણ સાથે આનંદનો સમન્વય કરે છે. નાના બાળકોને પ્રેરિત કરવા, રચનાત્મકતાને પ્રોત્સાહન આપવા અને પ્રત્યક્ષ ખોજને પ્રોત્સાહિત કરવા માટે બનાવાયેલો આ પ્રોગ્રામ 2થી 6 વર્ષના બાળકો માટે યાદગાર અનુભવનું વચન આપે છે.
એપ્રિલથી મે સુધી રાજ્યોના આધારે અનેક સ્થળોએ ફેલાયેલા, યુરોકિડ્સ સમર ક્લબ 2025નો ઉદ્દેશ આકર્ષક પ્રવૃત્તિઓ, અનુભવલક્ષી શિક્ષણ અને જરૂરી કૌશલ્ય-નિર્માણનું ગતિશીલ મિશ્રણ પ્રદાન કરીને ઉનાળાના વેકેશનને સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ છે.
આ પ્રોગ્રામને બાળપણના શિક્ષણ નિષ્ણાંતો દ્વારા કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે બાળકો ન કેવળ આનંદ માણે પરંતુ તેમનો પોષણદાયી વાતાવરણમાં સર્વાંગી વિકાસ પણ થાય.
યુરોકિડ્સ સમર ક્લબના કેન્દ્રમાં વય-યોગ્ય, ઇન્ટરેક્ટિવ અને ઇમર્સિવ શિક્ષણ અનુભવો પૂરા પાડવાની પ્રતિબદ્ધતા છે જે ભાવનાત્મક બુદ્ધિ, સામાજિક કૌશલ્ય અને જ્ઞાનાત્મક વિકાસને પોષે છે. લાયકાત ધરાવતા પ્રશિક્ષકોના માર્ગદર્શન હેઠળ, બાળકો જીવનભરની યાદો બનાવતી વખતે ખોજની રોમાંચક સફર શરૂ કરશે.
2-4 વર્ષની વયના બાળકો માટે, “નેચર વેન્ચર” સમર મોડ્યુલ 21-દિવસનો ઇમર્સિવ અનુભવ પ્રદાન કરે છે જે તેમને કલા, સંગીત, નાટક, સ્ટોરીટેલિંગ અને વ્યવહારુ પ્રવૃત્તિઓ દ્વારા પ્રકૃતિની નજીક લાવે છે. આ પ્રોગ્રામ બાળકોમાં સંવેદનાત્મક શોધ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપે છે,
સાથે સાથે પર્યાવરણ સાથે વાસ્તવિક જોડાણને પ્રોત્સાહન આપે છે. નેચરલ મટિરિયલ અને ટેક્સચર સાથે જોડાઈને, બાળકો રમત દ્વારા ન કેવળ પાયાના કૌશલ્યો વિકસાવે છે જ નહીં પરંતુ શોધ અને જિજ્ઞાસા-આધારિત શિક્ષણનો આનંદ પણ અનુભવે છે. તેની મુખ્ય ખાસિયતોમાં નેચરલ સ્કેવેન્જર હંટ્સ, સીડ બોમ્બ બનાવવા, સ્પાઈડર વેબ સેન્સરી આર્ટ, રેઈન્બો આઈસ પેઇન્ટિંગ અને ઇન્ટરેક્ટિવ સ્ટોરીટેલિંગનો સમાવેશ થાય છે.
“કલ્ચર્સ અરાઉન્ડ ધ વર્લ્ડ” એ 21 દિવસનું સમર મોડ્યુલ છે જે 4થી 6 વર્ષની વયના નાના શીખાઉ બાળકો માટે બનાવવામાં આવ્યું છે, જે સર્જનાત્મકતા અને વૈશ્વિક નાગરિકતાની ભાવનાને પ્રોત્સાહન આપે છે. સ્ટોરીટેલિંગ, કલા, સંગીત અને વ્યવહારુ પ્રવૃત્તિઓ દ્વારા, આ ઇમર્સિવ પ્રોગ્રામ બાળકોને ભારત, સ્પેન, બ્રાઝિલ, ઇઝરાયલ અને ચીનની જીવંત સંસ્કૃતિઓનો પરિચય કરાવે છે.
ઇન્ટરેક્ટિવ રમતો, હસ્તકલામાં ભાગ લઈને અને સ્વાદિષ્ટ વાનગીઓની ખોજ કરીને, તેઓ આ રોમાંચક દેશોના અનન્ય રિવાજો, પરંપરાઓ અને મૂલ્યો જાણે છે. રોમાંચક પ્રવૃત્તિઓમાં સ્પેનિશ ફેન્સ, ડ્રેગન પપેટ્સ, ફાયરક્રેકર ક્રાફ્ટ્સ બનાવવા અને પરંપરાગત લોક નૃત્યોનો અભ્યાસ કરવાનો સમાવેશ થાય છે, જેમાં બાળકોને મનોરંજક અને યાદગાર રીતે વૈશ્વિક સમુદાયની ઊંડી સમજણને પ્રોત્સાહન આપવામાં આવે છે.
લાઇટહાઉસ લર્નિંગ (યુરોકિડ્સ) ના કર્રિક્યુલમ ડેવલપમેન્ટના હેડ ડો. અનિતા મદાને જણાવ્યું હતું કે, “યુરોકિડ્સ ખાતે, અમે ઉનાળાને ખોજ, આનંદ અને અર્થપૂર્ણ શિક્ષણની મોસમમાં પરિવર્તિત કરવામાં માનીએ છીએ.
યુરોકિડ્સ સમર ક્લબ 2025 યુવા મનને જગાવવા, સર્જનાત્મકતાને વેગ આપવા અને આત્મવિશ્વાસ વધારવા માટે બનાવવામાં આવ્યો છે, જેથી બાળકોને મનોરંજક છતાં બૌદ્ધિક રીતે સમૃદ્ધ અનુભવ મળે. અમારી સુવ્યવસ્થિત પ્રવૃત્તિઓ, પ્રત્યક્ષ જોડાણ અને નવીન શિક્ષણ પદ્ધતિઓ સાથે, અમે આ ઉનાળાને દરેક બાળક માટે ખરેખર ખાસ બનાવવા માટે ઉત્સાહિત છીએ.”
યુરોકિડ્સ દ્વારા તાજેતરમાં વિઝિબલ થીંકિંગ કર્રિક્યુલમ ‘Heureka’ લોન્ચ કરવામાં આવ્યો હતો જે ‘શું’ વિચારવું તેના કરતાં ‘કેવી રીતે’ વિચારવું તેના પર ભાર મૂકે છે. આ અભ્યાસક્રમ સાથે સંલગ્ન રહીને યુરોકિડ્સ સમર ક્લબની રચના શીખવાની ઇચ્છા ધરાવતા બાળકોમાં જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને વિવેચનાત્મક વિચારસરણીને પોષવા માટે કાળજીપૂર્વક કરવામાં આવી છે.